શોધખોળ કરો
Advertisement
જમીન પર ઉંઘતા 'કોરોના યોદ્ધાઓ'ની તસવીર થઈ વાયરલ, IPS એ લખ્યું- ગર્વ છે
પીએમ મોદીની અપીલ પર લાખો ભારતીયોએ આ મહામારી સામે લડી રહેલા યોદ્ધાઓ માટે પોતાની બાલકનીમાં ઉભા રહીને તાળી અને શંખ વગાડ્યા હતા.
નવી દિલ્હીઃ જમીન પર સુતેલા બે પોલીસ કર્મીને એક તસવીર સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે. આ તસવીર અરૂણાચલ પ્રદેશના આઈપીએસ ઓફિસર મધુર વર્માએ શેર કરી છે. ફોટો શેર કરીને વર્માએ કોરોના વાયરસ મહામારી દરમિયાન કામ કરતાં બે કોરોના યોદ્ધાની પ્રશંસા કરી હતી.
આ તસવીર લોકડાઉન વચ્ચે સામે આવી છે. ડોક્ટર્સની સાથે પોલીસકર્મી પર કોરોના વાયરસ સામે લડાઈમાં આગળ આવ્યા છે અને ઘણા પરિવારના સભ્યોને સંક્રમિત થવાથી બચાવવા માટે ઘરથી દૂર છે. તસવીર શેર કરીને વર્માએ લખ્યું, "શું આરામદાયક બેડ અને આઠ કલાકની ઉંઘની આ લોકોને જરૂર નથી? તેમના પર ગર્વ છે. #CoronaWarriors"
આ તસવીરને પાંચ હજારથી વધારે રિટ્વિટ મળી ચુક્યા છે જ્યારે 30,000 જેટલી લાઇક મળી છે. અનેક લોકોએ કમેન્ટ કરીને પોલીસકર્મીનો આભાર માન્યો છે. પીએમ મોદીની અપીલ પર લાખો ભારતીયોએ આ મહામારી સામે લડી રહેલા યોદ્ધાઓ માટે પોતાની બાલકનીમાં ઉભા રહીને તાળી અને શંખ વગાડ્યા હતા.Isn’t comfortable bed and an eight hour sleep such a luxury ? Yes it is... if you are a cop ! Proud of these #CoronaWarriors pic.twitter.com/3H9ZrZupNp
— Madhur Verma (@IPSMadhurVerma) April 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion