શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બિહારમાં એક જ પરિવારના 10 લોકો કોરોનાથી સંક્રમિત, જાણો ક્યાંથી લાગ્યો ચેપ
આ પરિવારના સભ્યો તાજેતરમાં જ ઓમાનથી પરત ફર્યા હતા. જેના કારણે તેમને ત્યાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા વધારે છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 24 કલાકમાં કોરનાના 540 નવા મામલા સામે આવ્યા છે અને 17 લોકોના મોત થયા છે. જેની સાથે દેશમાં કોરોના પોઝિટિવ મામલાની સંખ્યા 5734 થઈ છે. જેમાંથી 5095 સક્રિય છે અને 166 લોકોના મોત થયા છે. આ દરમિયાન બિહારના એક જ પરિવારના 10 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે.
બિહાર સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારે જણાવ્યું કે, રાજ્યમાં આજે કોરોના પોઝિટિવ મામલા સામે આવ્યા છે. જેમાં સિવાનમાં એક જ પરિવારના 10 લોકો સામેલ છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત મામલાની સંખ્યા 51 થઈ છે.
આ પરિવારના સભ્યો તાજેતરમાં જ ઓમાનથી પરત ફર્યા હતા. જેના કારણે તેમને ત્યાંથી ચેપ લાગ્યો હોવાની શક્યતા વધારે છે. ઓમાનથી પરત ફર્યા બાદ પરિવારના સભ્યોએ થોડા દિવસો બાદ તાવ, શરદી, ઉધરસની ફરિયાદ કરી હતી.
કોરોનાના સંક્રમણ મામલે સિવાન જિલ્લો ટોચ પર છે. થોડા દિવસો પહેલા જ સિવાનના સિવિલ સર્જનને સરકાર હટાવી દીધા હતા, જે પછીના ગણતરીના જ દિવસોમાં જિલ્લામાંથી કોરોના વાયરસના સૌથી વધારે દર્દી મળી આવ્યા છે. જેના કારણે સિવાન કોરોનાનું હોટસ્પોટ બન્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion