શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસમાં 30 ટકા તબ્લીગી જમાત સાથે જોડાયેલા
આસામમાં કુલ કેસ પૈકી 91 ટકા જમાત સાથે જોડાયેલા છે. બીજા નંબરે તમિલનાડુ છે અહીં 84 લોકો જમાત સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
નવી દિલ્હી: દેશમાં તબ્લીગી જમાત સાથે જોડાયેલા સંક્રમિત લોકોની સંખ્યા ચાર હજાર પર પહોંચી ગઈ છે. સરકારના આંકડા અનુસાર કુલ સંક્રમિત કેસમાંથી 4291 કેસ જમાત સાથે જોડાયેલા છે. આ કુલ મામલા 30 ટકા જેટલા છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 14792 થઈ છે.
પોઝિટિવ કેસને રાજ્ય પ્રમાણે જોવામાં આવે તો તબ્લીગી જમાતના સૌથી વધુ સંક્રમણ દર આસામમાં સામે આવ્યું છે. આસામમાં કુલ કેસ પૈકી 91 ટકા જમાત સાથે જોડાયેલા છે. બીજા નંબરે તમિલનાડુ છે અહીં 84 લોકો જમાત સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. તેલંગણામાં 79 ટકા, અંદમાન નિકોબારમાં 83 ટકા, દિલ્હીમાં 63 ટકા, આંધ્રપ્રેદશમાં 61 ટકા અને ઉત્તરપ્રદેશમાં કુલ મામલાના 59 ટકા જમાત સાથે જોડાયેલા છે.
દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 14792 થઈ ગઈ છે અને 488 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 991 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 43 લોકોના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે, 1992 દર્દીઓ આ ભરડામાંથી બહાર આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement