Omicron BA.2 Virus: Omicron ના સબ વેરિઅન્ટ BA.2 ને લઈ કોવિડ ટાસ્ક ફોર્સના કો ચેરમેને શું કર્યો મોટો દાવો ? જાણો વિગત
Coronavirus Update: દરમિયાન Covid-19 ટાસ્ક ફોર્સના કો-ચેરમેન રાજીવ જયદેવને ઓમિક્રોન વેરિઅન્ટ BA.2 વિશે મોટો દાવો કર્યો છે.
Omicron Variant: દેશમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. કોરોનામાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. દરમિયાન Covid-19 ટાસ્ક ફોર્સના કો-ચેરમેન રાજીવ જયદેવને ઓમિક્રોન વેરિઅન્ટ BA.2 વિશે મોટો દાવો કર્યો છે. રાજીવ જયદેવને કહ્યું, BA.2 એ ઓમિક્રોનનો પેટા વંશ છે અને BA.1 કરતાં વધુ ટ્રાન્સમિસિબલ હશે. તે નવો વાયરસ કે સ્ટ્રેન નથી. તેમણે કહ્યું કે આ પ્રકારથી કોરોનાના કેસમાં વધારો થશે નહીં. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, BA2. BA.1 દ્વારા સંક્રમિત થયેલા લોકોને ચેપ લગાવવામાં સક્ષમ નથી.
BA.2 is a sub-lineage of Omicron. It's not a new virus or strain. It's a sub-lineage and will be more transmissible than BA.1 but will not cause another surge. BA. 2 is not capable of infecting people who had BA.1: Dr Rajeev Jayadevan, Co-Chairman National IMA COVID Task Force pic.twitter.com/k1n7lMYyQj
— ANI (@ANI) February 21, 2022
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ હવે ઘણો ઓછો થઈ ગયો છે. સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,051 નવા કેસ સામે આવ્યા છે અને 206 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આના એક દિવસ પહેલા જ કોરોનાના 19 હજાર 968 નવા કેસ સામે આવ્યા હતા અને 673 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 37 હજાર 901 લોકો કોરોનાથી સાજા પણ થયા છે એટલે કે 22 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 28 લાખ 38 હજાર 524 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 12 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 21 લાખ 24 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી ઓછી છે. કુલ 2 લાખ 2 હજાર 131 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
- કોરોનાના કુલ કેસ - ચાર કરોડ 28 લાખ 38 હજાર 524
- કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 21 લાખ 24 હજાર 284
- કુલ એક્ટિવ કેસ - 2 લાખ 2 હજાર 131
- કુલ મૃત્યુ - 5 લાખ 12 હજાર 109
- કુલ રસીકરણ - 175 કરોડ 46 લાખ 25 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા