Corona Cases India: દેશના આ 12 રાજ્યોમાં છે 5 લાખથી વધુ કેસ, જાણો ગુજરાતનો કેટલામો છે નંબર
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
![Corona Cases India: દેશના આ 12 રાજ્યોમાં છે 5 લાખથી વધુ કેસ, જાણો ગુજરાતનો કેટલામો છે નંબર Coronavirus Cases India: 12 states have more then 5 lakh cases including Gujarat Corona Cases India: દેશના આ 12 રાજ્યોમાં છે 5 લાખથી વધુ કેસ, જાણો ગુજરાતનો કેટલામો છે નંબર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/24/8019315beda05fd833c9b841d05dc437_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 30 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
આ દરમિયાન સૂચના અને પ્રસારણ મંત્રાલયે દેશના રાજ્યોને કોરોના કેસના હિસાબે અલગ-અલગ પાડ્યા છે. જેમાં 1થી 40 હજાર સુધીના કેસમાં 12 રાજ્યો, 40 હજાર એકથી 5 લાખ સુધીમાં 12 રાજ્યો અને 5 લાખથી વધુ કેસ વાળા 12 રાજ્યો એમ કુલ ત્રણ કેટેગરીમાં વિભાજન કર્યુ છે.
દેશમાં 5 લાખથી વધુ કેસ વાળા રાજ્યોમાં 44,73,394 કેસ અને 67,214 મોત સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. જ્યારે ગુજરાત 11માં નંબર પર છે. ગુજરાતમાં 5,38,845 કેસ નોંધાયા છે અને 6830 લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 73 લાખ 76 હજાર 524
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 50 લાખ 86 હજાર 878
- કુલ એક્ટિવ કેસ - 30 લાખ 84 હજાર 8149
- કુલ મોત - 2 લાખ 04 હજાર 832
15 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 20 હજાર 648 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)