(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus Cases India: દેશમાં સતત ચોથા દિવસે ચાર લાખથી વધુ કેસ નોંધાતા હાહાકાર, ચાર જ દિવસમાં 16 હજારથી વધુ મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,03,738 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4092 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,86,444 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 22 લાખ 96 હજાર 414
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 83 લાખ 17 હજાર 404
કુલ એક્ટિવ કેસ - 37 લાખ 36 હજાર 648
કુલ મોત - 2 લાખ 42 હજાર 648
છેલ્લા 8 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
8 મે |
4,07,078 |
4187 |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |
16 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 94 લાખ 39 હજાર 663 ડોઝ આપવામાં આવ્યા છે.
આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ
ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 30,22,75,471 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8 મે ના રોજ 18,65,428 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.
રાજ્યોની હાલત છે ખરાબ
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.