શોધખોળ કરો

Coronavirus Cases India: ભારતમાં સતત બીજા દિવસે 3200થી વધુના મોત, એક જ દિવસમાં 3.79 લાખ નવા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 30 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  એક કરોડ 73 લાખ 76 હજાર 524
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 50 લાખ 86 હજાર 878
  • કુલ એક્ટિવ કેસ - 30 લાખ 84 હજાર 8149
  • કુલ મોત - 2 લાખ 04 હજાર 832

15 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 20 હજાર 648 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 28,44,71,979 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 28 એપ્રિલના રોજ 17,68,190 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.

રાજ્યોની હાલત છે ખરાબ

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

દેશમાં છેલ્લા 22 દિવસમાં નોંધાયેલા કેસ

28 એપ્રિલઃ 3,60,960

27 એપ્રિલઃ 3,23,144

26 એપ્રિલઃ 3,53,991

25 એપ્રિલઃ 3,49,691

24 એપ્રિલઃ 3,46,786

23 એપ્રિલઃ 3,32,730

22 એપ્રિલઃ 3,14,835

21 એપ્રિલઃ 2,95,041

20 એપ્રિલઃ 2,59,170

19 એપ્રિલઃ 2,73,180

18 એપ્રિલઃ 2,61,500

17 એપ્રિલઃ 2,34,692

16 એપ્રિલઃ 2,17,353

15 એપ્રિલઃ 2,00,739

14 એપ્રિલઃ 1,84,372

13 એપ્રિલઃ 1,61,736

12 એપ્રિલઃ 1,68,912

11 એપ્રિલઃ 1,52,879

10 એપ્રિલઃ 1,45,384

9 એપ્રિલઃ 1,31,968

8 એપ્રિલઃ 1,26,789

7 એપ્રિલઃ 1,15,736

6 એપ્રિલઃ 96,982

5 એપ્રિલઃ 1,03,558   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget