શોધખોળ કરો

Corona Cases India: દેશમાં ત્રીજી લહેરના ભણકારા, સતત ચોથા દિવસે 40 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ

India Coronavirus Updates: રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે.

India Coronavirus Updates: ભારતમાં કોરોના કેસ ફરી વધી રહ્યા છે. દેશમાં સતત ચોથા દિવસે 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 45,083 નવા કોરોના કેસ આવ્યા છે અને 460 સંક્રમિતોના મોત થયા છે. 24 કલાકમાં 35,840 લોકો કોરોનાથી ઠીક થયા છે.

  • કુલ કેસઃ 3 કરોડ 26 લાખ 95 હજાર 30
  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 18 લાખ 88 હજાર 642
  • એક્ટિવ કેસઃ 3 લાખ 68 હજાર 558
  • કુલ મોતઃ 4 લાખ 37 હજાર 558
  • કુલ રસીકરણઃ 63 કરોડ 9 લાખ 17 હજાર

નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે ભારતમા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં થઇ શકે છે. એવામાં જે રીતે કેસો ફરી વધી રહ્યા છે તે આ ચેતવણીના સંકેત પણ આપી રહ્યા છે. કોરોના વાયરસના નવા કેસ ફરી 40 હજારને પાર જતા રહ્યા છે. તે સાથે જ એક્ટિવ કેસો પણ એટલી જ ઝડપથી વધવા લાગ્યા છે. જેને પગલે ત્રીજી લહેરની ચેતવણી સાચી ઠરી રહી છે.

કોરોનાના એક્ટિવ કેસોમાં વધારાનું એક કારણ એ પણ છે કે નવા કેસોની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા વધવાને બદલે ઘટવા લાગી છે. કોરોનાના દૈનિક કેસ 40 હજાર પાર જઇ રહ્યા છે જ્યારે રિકવર થનારાની સંખ્યા 32 હજારની આસપાસ જ છે. એવામાં જે રાજ્યોમાં કેસો વધશે ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે.

આ મહિનાના મધ્યમાં કોરોનાના દૈનિક કેસ પાંચ મહિનામા સૌથી ઓછા માત્ર 25 હજાર નોંધાયા હતા, જોકે છેલ્લા ચાર દિવસથી કોરોનાના દૈનિક કેસોએ ઉથલો માર્યો છે. કેરળમાં સ્થિતિ સ્ફોટક થવા લાગી છે, છેલ્લા એક સપ્તાહમાં દેશભરના કેસોના 60 ટકા નવા મામલા કેરળમાં જ નોંધાયા છે.

ટોપ સ્ટોરી

ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
સીમાંકન બિલ પર વિપક્ષનો હલ્લાબોલ, ખડગે બોલ્યા- લોકશાહી માટે ખતરો છે સરકારનો 850 પાર પ્લાન
સીમાંકન બિલ પર વિપક્ષનો હલ્લાબોલ, ખડગે બોલ્યા- લોકશાહી માટે ખતરો છે સરકારનો 850 પાર પ્લાન

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ: 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
IND vs NZ: પ્રથમ દાવમાં ભારત 246 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડને મળી 110 રનની લીડ, જુરેલના 88 રન
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Geyser Safety Tips: ઠંડીમાં વધી જાય છે ગીઝર બ્લાસ્ટનો ખતરો, ઉપયોગ કરતા સમયે ના કરો આ ભૂલ
Geyser Safety Tips: ઠંડીમાં વધી જાય છે ગીઝર બ્લાસ્ટનો ખતરો, ઉપયોગ કરતા સમયે ના કરો આ ભૂલ
Embed widget