Sonia Gandhi Covid-19 Positive: સોનિયા ગાંધી ફરીથી થયા કોરોના સંક્રમિત, જાણો કોણે આપી માહિતી
જયરામ રમેશે ટ્વિટમાં લખ્યું કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલને પગલે તે આઈસોલેશનમાં રહેશે.
Sonia Gandhi Corona News: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને સરકારી પ્રોટોકોલ મુજબ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવશે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ માહિતી આપી હતી.
જયરામ રમેશે ટ્વિટમાં લખ્યું કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલને પગલે તે આઈસોલેશનમાં રહેશે.
Congress interim president Sonia Gandhi tests positive for #COVID19 again; party MP and General Secretary in-charge Communications Jairam Ramesh tweets, "She will remain in isolation as per Govt. protocol." pic.twitter.com/tXQySNTVCj
— ANI (@ANI) August 13, 2022
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,815 નવા કેસ નોંધાયા છે અને 68 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,19,264 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,996 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,35,93,112 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 207,71,62,098 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 24,43,064 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા છે.
ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ
- 12 ઓગસ્ટે 16,561 નવા કેસ નોંધાયા હતા.
- 11 ઓગસ્ટે 16, 299 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોના મોત થયા હતા.
- 10 ઓગસ્ટે 16,047 નવા કેસ નોંધાયા અને 54 દર્દીના મોત થયા.
- 9 ઓગસ્ટે 12,751 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- 8 ઓગસ્ટે 16,167 નવા સે નોંધાયા અને 41 સંક્રમિતોના મોત થયા હતા.
- 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.
- 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.
- 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.
- 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
- 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.
જુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસ
દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.