શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2500ને પાર, 53નાં મોત
દેશભરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2500ને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 53 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં કોરોના પોઝિટિવ સંખ્યા વધીને 2512 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી 53 લોકોનાં મોત થયા છે. જ્યારે 181 લોકો સાજા થઈ ગયા છે. આજે 400ખી વધુ સંક્રમિત દર્દીઓની પુષ્ટી થઈ હતી. મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 416 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. મુંબઈમાં જ 57 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સાથે માત્ર મુંબઈમાં જ દર્દીઓની સંખ્યા વધીને 238 થઈ ગઈ છે. 42 લોકો રિકવર થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
રાજ્યવાર વાત કરીએ તો, કેરળમાં 286, તમિલનાડુમાં 309, દિલ્હીમાં 293, યૂપીમાં 121, રાજસ્થાનમાં 133, કર્ણાટકમાં 124, તેલંગણામાં 154, આંધ્રપ્રદેશમાં 149, મધ્યપ્રદેશમાં 107, ગુજરાતમાં 88, જમ્મુ કાશ્મીરમાં 70, પશ્વિમ બંગાળમાં 53, હરિયાણામાં 49 અને અન્ય રાજ્યોના કેસ સહિત સંક્રમિત દર્દીઓની સંખ્યા 2500ને પાર પહોંચી ગઈ છે.
આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે સાંજે 4 વાગ્યે પ્રેસ ફોન્ફ્રેન્સમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી 328 લોકો સંક્રમિત થયા છે અને 12 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાથી સંક્રમિત 400 જેટલા લોકો એવા છે જેઓ તબલીગી જમાત કાર્યક્રમ સાથે સંબંધિત હોઈ શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે દેશભરમાં તબલીગી જમાતના સભ્યો સહિત તેમના સંપર્કમાં આવેલા લગભગ 9000 લોકોને ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે.
તેઓએ જણાવ્યું કે, દિલ્હીમાં તબલીગી જમાતના લગભગ 2000 લોકોમાંથી 1804ને દેખરેખમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 334ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના 940815 કેસ સામે આવ્યા છે. જ્યારે 47836 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ ભયાનક સ્થિતિ ઈટાલીમાં સર્જાઈ છે. અહીં અત્યાર સુધીમાં 13115 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે સ્પેનમાં પણ 10 હજારથી વધુ લોકોએ આ મહામારીથી જીવ ગુમાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion