શોધખોળ કરો
Advertisement
દેશમાં કોરોનાવાયરસથી મૃતકોની સંખ્યા 400ને પાર, સંક્રમિતોની સંખ્યા 12,380 પર પહોંચી
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2916 થઈ છે. જેમાંથી 187 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 295 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 હજારને પાર કરી ગઈ છે, જ્યારે મૃતકોનો આંક 400ને વટાવી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 12,380 પર પહોંચી છે. જેમાંથી 414 લોકોના મોત થયા છે અને 1489 સ્વસ્થ થઈ ગયા છે. હાલ સમગ્ર દેશમાં 10,447 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2916 થઈ છે. જેમાંથી 187 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 295 લોકો સ્વસ્થ થઈ ગયા છે. દિલ્હીમાં કોરોનાના 1578 મામલા સામે આવ્યા છે, જેમાંથી 32 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 1242માંથી 14 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશમાં 525 કેસ સામે આવ્યા છે અને 14નાં મોત થયા છે. પ્રધાનમંત્રી મોદીના ગૃહરાજ્ય ગુજરાતમાં કોરોનાના 766 મામલા સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે. તેલંગાણામાં પણ 18 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં 170 હોટસ્પોટ જિલ્લા જાહેર કર્યા છે, જ્યાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધારે છે. આ સિવાય કોરોના સંક્રમણના પ્રભાવિત 207 એવા જિલ્લા પણ ચિન્હિત કર્યા છે, જે હોટસ્પોટ નથી પરંતુ સંક્રમણના વધારાને જોતાં આ જિલ્લાઓને સંભવિત હૉટસ્પોટની શ્રેણીમાં રાખવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement