શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ જાણીતા રાજ્યમાં નર્સરીથી 8મા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને અપાશે પ્રમોશન, શિક્ષણ વિભાગે લીધો નિર્ણય
ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓના ઓનલાઇન માર્ક્સની એન્ટ્રી માટે 15 માર્ચથી 25 માર્ટનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ લિંક બ્લોક કરી દેવાશે.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21માં સ્કૂલો મોટાભાગે બંધ રહી છે. પ્રાથમિક શિક્ષણ હજુ પણ બંધ છે. આ દરમિયાન દિલ્હી સરકારના ડાયરેક્ટ્રેટ ઓફ એજ્યુકેશને એક મહત્વનો ફેંસલો લીધો છે. શિક્ષણ વિભાગે એક સર્કુલર બહાર પાડીને ધો. 8 સુધીના વિદ્યાર્થીઓને વર્કશીટ એસાઇમેંટ અને પ્રોજેક્ટના આધારે મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
શિક્ષણ વિભાગે જાહેર કરેલા સર્કુલર પ્રમાણે, પ્રાઈમરી સ્તરે કોઈ શિક્ષણ કાર્ય થઈ શક્યું નથી. તેથી સામાન્ય પરીક્ષાઓના બદલે વિષયના હિસાબે પ્રોજેક્ટ અને એસાઇમેંટના માધ્યમથી ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓનું અસેસમેંટ કરાશે.
ત્રીજાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે કુલ 100 ગુણમાંથી વર્કશીટના 30 ગુણ, વિન્ટર વેકેશન દરમિયાન આપવામાં આવેલા એસાઇમેંટના 30 ગુણ અને 1 માર્ચ 2021 થી 15 માર્ચ 2021 દરમિયાન આપવામાં આવનારા પ્રોજેક્ટ્સ તથા એસાઇમેંટને 40 ગુણમાં વહેંચવામાં આવ્યા છે. એ જ રીતે ધો 6 થી 8 માટે કુલ 100 ગુણ વર્કશીટના 20 ગુણ, વિન્ટર વેકેશન દરમિયાન આપવામાં આવેલા એસાઇમેંટના 30 ગુણ અને 1 માર્ચ 2021 થી 15 માર્ચ 2021 સુધી આપવામાં આવનારા પ્રોજેક્ટ્સ તથા એસાઇમેંટને 50 ગુણમાં વહેંચવામાં આયા છે.
ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓના ઓનલાઇન માર્ક્સની એન્ટ્રી માટે 15 માર્ચથી 25 માર્ટનો સમય આપવામાં આવ્યો છે. જે બાદ લિંક બ્લોક કરી દેવાશે. અસેસમેંટ બાદ રિઝલ્ટ 31 માર્ચના રોજ જાહેર કરાશે. વિદ્યાર્થીઓને રિઝલ્ટ અંગે ડિજિટલ માધ્યમથી અને ફોન દ્વારા જાણ કરાશે. રિઝલ્ટ લેવા માટે વિદ્યાર્થીઓને સ્કૂલમાં નહીં બોલાવવામાં આવે.
દિલ્હીની સરકારી સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર 2020-21માં નર્સરીથી લઈ ધો-2 સુધીના તમામ વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક વર્ષ માટે પ્રમોટ કરવામાં આવશે. જોકે કેજીથી લઈ બીજા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ગ્રેડ્સ કે માર્ક્સ વિંટર બ્રેક એસાઇમેટના આધારે આપવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion