શોધખોળ કરો

CoronaVirus: દેશના આ મોટા રાજ્યમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે કરી એન્ટ્રી, બે કેસ મળતા લોકોમાં ફફડાટ, જાણો વિગતે

અપર મુખ્ય સચિવ (ચિકિત્સા તથા સ્વાસ્થ્ય) અમિત મોહન પ્રસાદે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે દર્દીઓ મળવાની પુષ્ટી કરી છે, આ દર્દીઓ રાજ્યમાં ગોરખપુર અને દેવરિયામાંથી મળ્યા છે. આમાંથી એકનુ મોત થઇ ગયુ છે. 

CoronaVirus: કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટે હવે યુપીમાં એન્ટ્રી મારી લીધી છે. બુધવારે રાજ્યમાં બે અલગ અલગ જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસના એક-એક દર્દી મળી આવતા લોકો ફફડી ગયા છે. અપર મુખ્ય સચિવ (ચિકિત્સા તથા સ્વાસ્થ્ય) અમિત મોહન પ્રસાદે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બે દર્દીઓ મળવાની પુષ્ટી કરી છે, આ દર્દીઓ રાજ્યમાં ગોરખપુર અને દેવરિયામાંથી મળ્યા છે. આમાંથી એકનુ મોત થઇ ગયુ છે. 

ગોરખપુરની એમબીબીએસ વિદ્યાર્થીનિમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ-
ગોરખપુરમાં રહેનારી 23 વર્ષની એમબીબીએસની વિદ્યાર્થીનિની અંદર ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો છે. વિદ્યાર્થીનિ બીઆરડી મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરી રહી છે. બતાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીનિ 26 મેએ કોરોના પૉઝિટીવ નીકળી હતી, હાલ તેની હાલત સુધારા પર છે. 

દેવરિયાના શખ્સનુ મોત- 
વળી, દેવરિયા જિલ્લાના રહેવાસી વૃદ્ધ વ્યક્તિનુ મોત થઇ ગયુ છે. વૃદ્ધની ઉંમર 66 વર્ષ હતી. વૃદ્ધ 17 મેએ કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. ઇલાજ માટે તેને બીઆરડી મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યો હતો, પરંતુ વૃદ્ધના મોતથી પહેલા સેમ્પલને તપાસ માટે મોકલી દેવામાં આવ્યુ હતુ. 

બુધવારે મળ્યા 120 દર્દી-
વળી, બુધવારે યુપીમાં કોરોનાના 120 નવા દર્દીઓ મળ્યા છે. જોકે મંગળવારે ફક્ત 93 કેસો જ સામે આવ્યા હતા. ડૉક્ટરોએ લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે.

કોરોનાના ડેલ્ટા પલ્સ વેરિયન્ટ સામે વેક્સિન કામ કરે છે કે નહીં? સ્ટડીમાં શું થયો ખુલાસો, જાણો--- -
Delta plus variant: દેશમાં 21 જૂને જ્યાં રિકોર્ડ વેક્સિનેશન થયું. તો ત્યારબાદ 68 ટકા રસીકરણમાં ગિરાવટ જોવા મળી. આ સાથે વેકિસનેશન અને તેની સામે બનતી એન્ટીબોડીને મુદ્દે કેટલાક સ્ટડી સામે આવ્યાં છે. 

દેશમાં 21 જૂને જ્યાં રિકોર્ડ વેક્સિનેશન થયું. તો ત્યારબાદ 68 ટકા રસીકરણમાં ગિરાવટ જોવા મળી. આ સાથે વેકિસનેશન અને તેની સામે બનતી એન્ટીબોડીને મુદ્દે કેટલાક સ્ટડી સામે આવ્યાં છે.  દિલ્લીમાં 100 ડોક્ટર્સ પર એક સ્ટડી થઇ છે. જેમાં દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલ અને કેમ્બ્રિજ ઇન્સ્ટીટ્યૂટ ઓફ  થેરાપ્યુટિક  ઇમ્યોલોજી એન્ડ ઇન્ફેકશિયસ ડીસીઝના વૈજ્ઞાનિક પણ આ સ્ટડીનો હિસ્સો છે. રિસર્ચનું તારણ છે કે વેકિનના બંને ડોઝ લઇ ચૂકેલા હેલ્થ વર્કર સંક્રમિત થવા પાછળનું કારણ મોટાભાગના કેસમાં ડેલ્ટા વેરિયન્ટ જ હતું તેમજ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિડ વેક્સિન ડેલ્ટા વેરિયન્ટ સામે 8 ગણી ઓછું અસરદાર છે. આ સ્ટડીની તુલના કોરોના વાયરસના પહેલા સ્ટ્રેન સાથે કરાઇ હતી. WHOએ પહેલાથી ડેલ્ટા પ્લસ વેરિયન્ટને વેરિયન્ટ ઓફ કન્સર્નની યાદીમાં સામેલ કર્યો છે. આ સ્ટડીનું ફાઇડિગ્સ શું છે.

કોરોનાની બીજી લહેર જેના કારણે  વિનાશકારી સાબિત થઇ છે.  તે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે મનાઇ રહી છે.  હવે ડેલ્ટા વેરિયન્ટ+માં બદલાઇ ગયો છે. મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલે  આ વેરિયન્ટ પર અસરકારક નહી સાબિત થાય એવી વૈજ્ઞાનિકોએ ચિતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનિ છે કે, મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલને મેના પ્રારંભમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી.

મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ એટલે શું ?

મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ કેસિરિવિમેબ અને ઈમ્ડેવિમેબથી બનેલ છે. તેને ફાર્મા કંપની સિપ્લા અને રોશે  ઈન્ડિયાએ મળીને બનાવી છે. ભારતમાં તેનો કોરોનાની સારવારના ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મે માં જ મળી ગઈ હતી. જો કે હવે  હવે ડેલ્ટા વેરિયન્ટ+માં બદલાઇ ગયો છે. મોનોક્લોનલ એન્ટીબોડીઝ કોકટેલે  આ વેરિયન્ટ પર અસરકારક નહી સાબિત થાય એવી વૈજ્ઞાનિકોએ ચિતા વ્યક્ત કરી છે.

કોરોનાની બીજી લહેરમાં દેશમાં તબાહી મચાવનાર ડેલ્ટા વેરિયન્ટ હવે વધુ ખતરનાક ડેલ્ટા+ માં બદલાઈ ગયો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે કોરોના દર્દીઓને આપવામાં આવી રહેલ મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલ આ વેરિયન્ટ પર અસરકારક નહીં થઈ શકે. અંગ્રેજી સમાચાર વેબસાઇટ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાએ આ રિપોર્ટ આપ્યો છે. જણાવીએ કે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેલને મેના પ્રારંભમાં દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. બ્રિટનની આરોગ્ય સંસ્થા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર ડેલ્ટા વેરિયન્ટના 63 જીનોમ નવા K417N મ્યૂટેશન સાથે સામે આવ્યો છે. જ્યારે ડેલ્ટા વેરિયન્ટની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ડેલ્ટા+ વેરિયન્ટ સામે આવ્યો છે. જેને વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. ભારતમાં પણ  ડેલ્ટા+વેરિયન્ટના 7 જેટલા કેસ સામે આવ્યાં છે. K417N મ્યૂટેશન બાબતે મોટી ચિંતા તે છે કે તે એન્ટિબોડીઝ કોકટેલ સામે રેજિસ્ટેંટ હોવાના પુરાવા મળ્યા છે. જો કે  કે ભારતમાં K417N મ્યૂટેશનની ફ્રિકવેંસી બહુ વધુ ન હોવાનું પણ તારણ સામે આવ્યું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
Embed widget