શોધખોળ કરો

Coronavirus: દેશમાં ફરી વળી છે કોરોનાની બીજી લહેર, આ 4 કારણોથી વકર્યો કોરોના

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ અને 354 લોકોના મોત થયા છે. જ્યારે 41,280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની સ્થિતિ બેકાબૂ બની રહી છે. કેન્દ્ર સરકારે આખો દેશ જોખમમાં મૂકાયો હોવાનું જણાવ્યું છે. આ દરમિયાન આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી માત્ર આઠ રાજ્યમાં જ 85 ટકા જેટલા કેસ છે.

આ 4 કારણોથી વકર્યો કોરોના

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ કોરોનાના કેસ વધવા પાછળ મુખ્ય ચાર કારણો છે. (1) દેશમાં લોકોને લાગે છે કે કોરોના વાઈરસ વિરુદ્ધ રસી આવી ગઈ છે. તેથી હવે બધું બરાબર થઈ ગયું છે. લોકો હજી પણ મહામારી મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા નથી. (2) કોરોના પર નિયંત્રણ મેળવવા રાજ્યો આરટી-પીસીઆર ટેસ્ટ પૂરતા પ્રમાણમાં કરતાં નથી. (3) કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 'ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ'ની નીતિનો વધુ ગંભીરતાથી અમલ કરતા નથી. (4) કોવિડની ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરતા નથી.

દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી  મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ,તમિલનાડુ, ગુજરાત, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 84.73 ટકા કેસ  આ રાજ્યોના છે.

દેશના આ જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક

દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૧૦ જિલ્લાઓમાંથી આઠ મહારાષ્ટ્રના છે, જે દર્શાવે છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અત્યંત વિકટ છે. છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, જે ૧૦ જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, તેમાં પૂણે, મુંબઈ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લુરુ શહેર, નાંદેડ, દિલ્હી અને અહેમદનગરનો સમાવેશ થાય છે.

ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ અને 354 લોકોના મોત થયા છે. જ્યારે 41,280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,21,49,335 થયા છે. જ્યારે 1,14,34,301 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,52,566 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,62,468 છે. દેશમાં કુલ 6,30,54,353 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.

Immunity Booster: કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ બનાવો મજબૂત, અજમાવો આ  ઉપાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Weather Forecast: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget