શોધખોળ કરો
કોરોના વાયરસને લઈને મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય? ઉદ્ધ ઠાકરેએ શું કરી જાહેરાત? જાણો
કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં કરફ્યૂની જાહેરાત કરી દીધી છે.

મુંબઈ: કોરોના વાયરસના સંક્રમણ રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં કરફ્યૂની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની તમામ સરહદો પણ સીલ કરી દેવાની પણ જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબની કેપ્ટન અમરિંદર સિંહની સરકારે પણ રાજ્યમાં કર્ફ્યુ જાહેર કરી દીધો છે. આ સાથે જ તમામ ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં કર્ફ્યુની જાહેરાત કરતા કહ્યું હતું કે, લોકો માનવા તૈયાર નથીએટલા માટે હું મજબૂર છું. સમગ્ર મહારાષ્ટ્ર માટે રાજ્યવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરુ છું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે રાજ્યની બોર્ડરોને પણ સીલ કરી દીધી છે. આ ઉપરાંત જિલ્લાની બોર્ડરોને પણ સીલ કરી દીધી છે. કેમ કે, અમે એ જિલ્લાઓને બચાવવા માગીએ છીએ, કે જ્યાં હજૂ સુધી આ વાયરસ ફેલાયો નથી. જોકે , થોડી રાહત રહે તે માટે સીએમ ઠાકરેએ જણાવ્યું હતું કે, કરિયાણાનો સામાન, દૂધ, બેકરી, દવા જેવા જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. લોકોએ ડરવાની જરૂર નથી. તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. ફક્ત પૂજારી અને મૌલવી જ અંદર રહેશે અને પ્રાર્થના કરી શકશે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
દુનિયા
ગેજેટ





















