શોધખોળ કરો
Advertisement
UPમાં Coronaથી પ્રથમ મોત, પરિવારજનોની એક ભૂલથી અનેક લોકો પર ખતરો, સંબંધીઓને કરાયા Quarantine
પોલીસ દ્વારા મૃતકના ઘરની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે.બસ્તી જિલ્લા હોસ્પિટલના ડોક્ટરે કહ્યું, દર્દીને તેના સંબંધે 28 માર્ચે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને શ્વાસ લેવાની તકલીફ હોવાનું જણાવ્યું હતું.
લખનઉઃ દેશભરમાં કોરોના વાયરસના કહેર સતત વધી રહ્યો છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસથી પ્રથમ મોત થયું છે. ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં દાખલ દર્દીનું સોમવારે મોત થયું હતું. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૃતકના પરિવારજનોએ યાત્રાની માહિતી છુપાવી હોવાની પરિવારજનોનો આરોપ છે.
પોલીસ દ્વારા મૃતકના ઘરની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત મૃતકના સંપર્કમાં આવેલા તમામ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને quarantine કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત બસ્તી જિલ્લા હોસ્પિટલ અને ગોરખપુર બીઆરડી મેડિકલ કોલેજના ડોક્ટરો અને સ્ટાફની ઓળખ કરી તેમને કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયા સુધીમાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હશે અને કેટલા લોકોને ચેપ લગાવ્યો હશે તેને લઈ અધિકારી પણ ચિંતિત છે.
બસ્તી જિલ્લા હોસ્પિટલના ડોક્ટરે કહ્યું, દર્દીને તેના સંબંધે 28 માર્ચે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને શ્વાસ લેવાની તકલીફ હોવાનું જણાવ્યું હતું. દર્દીએ તેની યાત્રા સંબંધિત વિગતો આપી નહોતી. તે એક મહિનાથી બીમાર હતો. જે સમયે તેને દાખલ કરવામાં આવ્યો ત્યારે તાવ નહોતો આવતો. તેથી અમે તેને સામાન્ય ઓપીડીમાં તપાસ કરીને જનરલ વોર્ડમાં દાખલ કર્યો હતો. જો તેના પરિવારજનોએ કહ્યું હોત કે મુંબઈથી આવ્યો છે તો તરત કોરોના વોર્ડમાં મોકલી આપત.
રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 103 મામલા સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે મામલા નોયડામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement