શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
Coronavirus: મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની કેન્દ્ર સરકારે કરી જાહેરાત
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધી 83 થઈ ગઈ છે. જેમાં દિલ્હી અને કર્ણાટકમાં થયેલા બે વ્યક્તિઓના મોતના કેશ પણ સામેલ છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો ખતરો વધતો નજર આવી રહ્યો છે અને તેનાથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે. હવે આ કોરોનાના પગલે કેન્દ્ર સરકારે રાહત આપવાની જાહેરાત કરી છે. ગૃહમંત્રાલય અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત લોકોના મોત પર પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધી 83 થઈ ગઈ છે. જેમાં દિલ્હી અને કર્ણાટકમાં થયેલા બે વ્યક્તિઓના મોતના કેશ પણ સામેલ છે. સાઉદી અરબથી હાલમાં જ પરત ફરેલી કલબુર્ગીના 76 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે દિલ્હીમાં 69 વર્ષની એક મહિલાનું શુક્રવારે રાતે મનોહર લોહિયા હોસ્પિટલમાં મોત થયું હતું.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, મૃતક મહિલાનો પુત્ર વિદેશ પ્રવાસથી પરત ફર્યો હતો, ત્યારે તે કોરોના વાયરસની સંક્રમિત હતો. મહિલાનું મોત ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના કારણે થયું હતું. દિલ્હીમાં કોરોના વાયરસના 7 મામલા સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 22, હરિયાણામાં 17, રાજસ્થાનમાં 3, ઉત્તર પ્રદેશમાં 11, કર્ણાટકમાં 7, લદાખમાં ત્રણ અને મહારાષ્ટ્રમાં 17 કેશની પુષ્ટી થઈ છે.
મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે 83 મામલાની પુષ્ટી થઈ છે. જેમાં 17 વિદેશી નાગરિક સામેલ છે. જેમાંથી ઈટાલીના 16 પર્યટક અને કેનેડાનો એક નાગરિક છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ(WHO)એ કોવિડ-19ને એક મહામારી જાહેર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion