શોધખોળ કરો
Advertisement
કોરોના નિયમોમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યા મોટા ફેરફાર, જાણો હવે કેવી સ્થિતિમાં દર્દીને આપવામાં આવશે રજા
ડિસ્ચાર્જ થયા બાદ દર્દીને આગામી 7 દિવસમાં હોમ કોરેન્ટીનમાં રેહવાનું છે જે પહેલા 14 દિવસ હતું.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના દર્દી ઠીક થવાની ગતિ ઝડપથી વધી રહી છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનમાં એક મોટો ફેરફાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ ફેરફાર કોરોના દર્દીના ડિસ્ચાર્જને લઈને કર્યો છે. તેમાં ત્રણ અલગ અલગ પ્રકારના દર્દી માટે અલગ અલગ ડિસ્ચાર્જ અને ટેસ્ટિંગના નિયમ બનાવ્યા છે. પહેલા જ્યાં બધા દર્દીને ડિસ્ચાર્જ કરતા પહેલા આરટી પીસીાર ટેસ્ટ કરવામાં આવતો હતો હવે એ નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
કોરોના નિયમમાં થયેર ફેરફારને સમજો
* નવી ગાઈડલાઇન અનુસાર માઈલ્ડ એટલે કે હલકા લક્ષણવાળા દર્દીને 3 દિવસ સુધી તાવ ન આવે તો 10 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે.
* થોડા ગંભીર લક્ષણવાળા દર્દીને તાવ જો 3 દિવસમાં ઉતરી જાય અને આગામી 4 દિવસ સુધી શરીરમાં ઓક્સીજન 95 ટકાથી વધારે રહે તો એવા દર્દીને 10 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે.
* જ્યારે ત્રીજી કેટેગરી એટલે કે ગંભીર દર્દી જે ઓક્સીજન સપોર્ટ પર છે, તેને લક્ષણ દૂર થયા બાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.
* ઉપરાંત ટ્રાન્સપ્લાન્ટ, એચઆઈવી પેશન્ટ અથવા ગંભીર બીમારીવાળા દર્દી જ્યારાં સુધી ક્લીનિકલી રિકવર ન થાય અને તેમનો આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેને ડિસ્ચાર્જ કવામાં નહીં આવે.
* સૌથી મોટી વાત ડિસ્ચાર્જ થયા બાદ દર્દીને આગામી 7 દિવસમાં હોમ કોરેન્ટીનમાં રેહવાનું છે જે પહેલા 14 દિવસ હતું. આ દરમિયાન જો ફરીથી લક્ષણ જોવા મળે તો કોવિડ કેયર સેન્ટર અથવા હેલ્પલાઈન પર સંપર્ક કરવાનો રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement