શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
Coronavirusથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 84 થઈ, અત્યાર સુધી 10 લોકોને સારવાર બાદ અપાઈ રજા
ચીનથી ફેલાયેલા આ જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. વિશ્વમાં 130,000 થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને પાંચ હજાર જેટલા લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 84 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યું કે, “ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેશની સંખ્યા વધીને 84 થઈ ગઈ છે. આ વાયરસથી સંક્રમિત સાત લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. તેમાં પાંચ ઉત્તરપ્રદેશના અને એક-એક રાજસ્થાન અને દિલ્હીના હતા.” આ પહેલા કેરળના ત્રણ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 10 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું કે, આ 84 લોકોના સંપર્કમાં આવેલા 4000 થી વધુ લોકો દેખરેખમાં રાખવામાં આવ્યા છે. અધિકારણે જણાવ્યું કે, ઈરાનથી ભારતીય યાત્રીઓને લઈને મહાન એરની ઉડાન શનિવારે રાતે મુંબઈ પહોંચશે. ઈટાલીથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે એર ઈન્ડિયની એક વિશેષ ફ્લાઈટ ઈટાલીના મિલાનમાં મોકલવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચીનથી ફેલાયેલા આ જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. વિશ્વમાં 130,000 થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને પાંચ હજાર જેટલા લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે. ભારતમાં બે લોકોના મોત થયા છે. કોરોનાને વિશ્લ આરોગ્ય સંગઠ (WHO)એ મહામારી જાહેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion