Coronavirus: કોવિડ-19ની વેક્સિન લીઘા બાદ કેટલા સમય સુધી કોરોના સંક્રમણથી મળશે સુરક્ષા? જાણો શું કહ્યું એકસ્પર્ટે
કોરોના સંક્રમણ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે દુનિયામાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે કોરોના વેક્સિન કેટલા સમય સુધી કોરોના સંક્રમણથી સુરક્ષા આપે છે. તે સવાલ ઉભો થવો સ્ભાવિક છે. તો જાણીએ આ મામલે એક્સપર્ટનો શું મત છે.
Coronavirus:કોરોના સંક્રમણ સામે લોકોને સુરક્ષિત રાખવા માટે દુનિયામાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે કોરોના વેક્સિન કેટલા સમય સુધી કોરોના સંક્રમણથી સુરક્ષા આપે છે. તે સવાલ ઉભો થવો સ્ભાવિક છે. તો જાણીએ આ મામલે એક્સપર્ટનો શું મત છે.
હાલ ભારતમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે,કોરોના વેક્સિન કેટલા સમય સુધી વાયરસથી સુરક્ષિત રાખી શકે છે. એન્ટીબોડી, વેક્સિન પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઇ સ્પષ્ટ તારણ સામે નથી આવ્યું.
આ મામલે વોશિંગ્ટન યૂનિવર્સિટીના વેક્સિન શોધકર્તા ડેબોરા ફુલર કહે છે કે, અમારી પાસે માત્ર ત્યાં સુધી જાણકારી છે. જ્યાં સુધી વેક્સિન પર રિસર્ચ થયું. હજું અમારે વેક્સિન લગાવી ચૂકેલા લોકો પર રિસર્ચ કરવાની બાકી છે. આ રિસર્ચમાં એ તપાસ કરવામાં આવશે કે. વેક્સિનેટ લોકો ક્યાં લેવલ સુધી સંક્રમિત થાય છે.
કોવિડ-19ના વેક્સિનથી સુરક્ષા ક્યાં સુધી રહેશે?
અત્યાર સુધીમાં ફાઇઝરની વેક્સિનને વધુ અસરકારક માનવામાં આવી રહી છે.આ વેક્સિન છ મહિના સુધી અસરકારક રહેવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રિસર્ચરે જણાવ્યું કે, મોર્ડના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ લોકોના બધી જ ગ્રૂપમાં એન્ટીબોડીની સંક્રિયતા ઊંચી જોવા મળી હતી. જો એન્ટીબોડી પણ સંપૂર્ણ કહાણી નથી બતાવતી. વાયરસ સામે લડવા માટે ઇમ્યૂન સિસ્ટમ પણ સુરક્ષાનું બીજુ લેવલ છે. જેને બી અને ટી સેલ્સ કહેવાય છે. જો તેમનો ભવિષ્યમાં આ વાયરસ સાથે આ સેલ્સનો સામનો થાય છે તો લડાઇમાં પરખાયેલા સેલ્સ સંભવિત રીતે વધુ ઝડપથી કૂદી શકે છે. જો કે પૂરી રીતે સંક્રમણથી રક્ષણ મળતું નથી પરંતુ દર્દીની ગંભીર સ્થિતિ નથી થતી. જો કે મેમોરી સેલ્સ કોરોના વાયરસની સામે કેવી ભૂમિકા અદા કરે છે તે વિશે હજું સુધી કંઇ પણ કહેવું શક્ય નથી કારણે તે તેના પર હજું સંપૂર્ણ રિસર્ચ બાકી છે.