શોધખોળ કરો
Advertisement
Coronavirus: મથૂરામાં ધામધૂમથી નહીં ઉજવવામાં આવેલ જન્માષ્ટમી, ભક્તોને મંદિરમાં નહીં મળે પ્રવેશ
મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રએ જણાવ્યું કે, ‘ભલે આ પાવન પર્વ પર દેશ-વિદેશથી આવનાર અસંખ્ય શ્રદ્ધાળુઓ આ વખતે 12 ઓગસ્ટે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ નહીં થઈ શકે.
મથુરાઃ કોરોના વાયરસની અસર કહેવાર પર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. મહામારીને કારણે જન્માષ્ટમીનો તહેવાર આ વર્ષે પહેલાની જેમ ધામધૂમથી ઉજવવામાં નહીં આવે. શ્રીકૃષ્ણના જન્મસ્થાન મથુરામાં 10 ઓગસ્ટ બપોરથી 13 ઓગસ્ટ બપોર સુધી તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ પ્રતિબંધ રહેશે, પરંતુ તમામ મંદિરોમાં ભગવાનના જન્મ અને નન્દોત્સવ કાર્યક્રમ વિધિવત રીતે પૂરા કરવામાં આવશે.
મથુરાના ડીએમ સર્વજ્ઞરામ મિશ્રએ જણાવ્યું કે, ‘ભલે આ પાવન પર્વ પર દેશ-વિદેશથી આવનાર અસંખ્ય શ્રદ્ધાળુઓ આ વખતે 12 ઓગસ્ટે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સામેલ નહીં થઈ શકે, પરંતુ જન્મોત્સવનું સીધું પ્રાસરણ જોવાની વ્યવસ્થા કરવામાં આવશે.’તેમણે કહ્યું કે, ‘અસલમાં કોરોના વાયરસના વધતા સંક્રમણથી ચિંતિત શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સચિવ કપિલ શર્મા અને વૃંદાવનના ઠા. બાંકે બિહારી મંદિરના પ્રબંધક મુનીષ શર્માએ ભલામણ કરી હતી કે જન્માષ્ટમી જેવા તહેવાલ પર આવનારા શ્રદ્ધાળુઓના ધાસારાને સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે મેનેજ કરવું શક્ય નથી. માટે આ વખતે જન્માષ્ટમીના જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ લગાવવામાં આવે.’
ડીએમે જણાવ્યું કે, ‘અમે મથુરા-વૃંદાવન અને અન્ય મહત્ત્વપૂર્ણ તીર્થ સ્થળોના મંદિરોના મેનેજમેન્ટ, સંચાલકો સહિત સેવાયત ગોસ્વામિયોની બેઠક બોલાવીને વાતચીત કરી છે. બેઠકમાં બધાએ આ વાત પર સહમતિ દર્શાવી છે. ત્યાર બાદ આ વખતે જન્માષ્ટમીની જાહેર ઉજવણી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement