Corona In India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યો જીવ
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે
નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 18 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દરમિયાન કોરોનાના 39 દર્દીઓના મોત પણ થયા છે. કેરળ (4,459 નવા કેસ) પાંચ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તે પછી મહારાષ્ટ્ર (3,957), કર્ણાટક (1,945), તમિલનાડુ (1,827) અને પશ્ચિમ બંગાળ (1,424) આવે છે. નવા કેસોમાંથી 23.69 ટકા કેરળમાંથી જ આવ્યા છે.
#COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours.
— ANI (@ANI) June 30, 2022
Active cases 1,04,555
Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr
કોવિડના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,25,116) થી વધુ લોકોના મોત થયા છે.
ભારતનો રિકવરી રેટ હવે 98.55 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 13 હજાર 827 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેના કારણે દેશભરમાં સ્વસ્થ થયેલા લોકોની કુલ સંખ્યા 4 કરોડ 28 લાખ 22 હજાર 493 થઈ ગઈ છે.
દેશમાં કોરોનાના 1.04 લાખ એક્ટિવ કેસ
દેશમાં નવા કોરોના દર્દીઓ નોંધાયા બાદ એક્ટિવ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. દેશમાં હાલમાં કોરોનાના 1 લાખ 4 હજાર 555 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 4 હજાર 953 નો વધારો થયો છે. બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 14 લાખ 17 હજાર 217 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 4,52,430 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ ફાર્મા કંપનીએ એક ઝાટકે 8000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Rahul Dravid PC: ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો રોહિત શર્મા, કોચ દ્રવિડનું કેપ્ટન અંગે મોટું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા રથયાત્રાની કઈ વર્ષો જૂની પરંપરા તૂટશે? પહેલીવાર બનશે આવું