મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થતા રથયાત્રાની કઈ વર્ષો જૂની પરંપરા તૂટશે? પહેલીવાર બનશે આવું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો છે. ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. ત્યારે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં વર્ષો જૂની પરંપરા તૂટી શકે છે
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોરોના થયો છે. ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતા તેઓ હોમ આઇસોલેટ થયા છે. ત્યારે અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં વર્ષો જૂની પરંપરા તૂટી શકે છે. અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા પહિંદવિધિથી શરૂ થતી હોય છે. આ પહિંદવિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ થયા છે અને બે દિવસ પછી એટલે કે પહેલી જૂને રથયાત્રા નીકળવાની છે. ત્યારે આ વખતે પહેલીવાર પરંપરા તૂટે તેવા સંજોગો ઊભા થયા છે. કારણ કે, કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે, કોરોના થાય તે પછી એક અઠવાડિયા સુધી પોઝીટિવ વ્યક્તિએ ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે.
નોંધનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ અને અન્ય કાર્યક્રમો રદ કરી દેતા તેમને કોરોના થયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. આ પછી તેઓ આજે રથયાત્રાની સમીક્ષા બેઠકમાં વર્ચ્યુઅલી જોડાતા આ અટકળો તેજ બની હતી. જોકે, હવે તેમને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.