Corona India: આ વર્ષે એક જ દિવસમાં રેકોર્ડ 26291 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 118 લોકોના મોત
મહારાષ્ટ્ર, પંજાબ ઉપરાંત દિલ્હી, હરિયાણા, ગુજહરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પણ કેસ વધી રહ્યા છે.
![Corona India: આ વર્ષે એક જ દિવસમાં રેકોર્ડ 26291 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 118 લોકોના મોત coronavirus india latest update 15th march 2021 Corona India: આ વર્ષે એક જ દિવસમાં રેકોર્ડ 26291 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 118 લોકોના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/15/ee932b2622168d20e0814980fb354ed3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. આજે દેશમાં એક જ દિવસમાં આ વર્ષના રેકોર્ડ કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લી 24 કલાકમાં 26291 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીથી ગઈકાલે 118 લોકોના મોત થયા છે. ગઈકાલે 25320 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં અત્યાર સુધી બે કરોડ 99 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.
અત્યાર સુધીમાં 158725 લોકોના મોત
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 કરોડ 13 લાખ 85 હજાર 339 પહોંચી ગઈ છે. તેમાંથી એક લાખ 58 હજાર 725 લોકોના મોત થયા છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા અત્યારે વધીને બે લાખ 19 હજાર 262 થઈ ગઈ છે. જ્યારે કુલ ડિસ્ચાર્જ થયેલ કેસની સંકઅયા 1 કરોડ 10 લાખ 7 હજાર 352 છે. ગઈકાલે 17455 લોકો ડિસ્ચાર્જ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ બે કરોડ 99 લાખ 8 હજાર 38 લોકોને કોરોના રસી આપાવમાં આવી છે.
અત્યાર સુધીમાં 22 કરોડ 74 લાખ 7 હજાર 413 સેમ્પલ ટેસ્ટ થયા
આઈસીએમઆરે ટ્વીટ કરીને કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 22 કરોડ 74 લાખ 7 હજાર 413 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 7 લાખ 3 હજાર 772 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.
કેન્દ્ર સરકારે રાજ્યોને સાવચેતી રાખવા કહ્યું
મહારાષ્ટ્ર, પંજાબ ઉપરાંત દિલ્હી, હરિયાણા, ગુજહરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પણ કેસ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે એ રાજ્યોને પણ સાવચેતી રાખવા કહ્યું છે જ્યાં હાલમાં કેસ નિયંત્રમમાં છે. નીતિ આયોગના સભ્ય વી.કે. પોલે વિતેલા સપ્તાહે કહ્યું હતું કે, મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે ત્યાં અનેક શહેરોમાં કડક લોકડાઉન લાગુ કરવું પડ્યું છે. તેમણે અન્ય રાજ્યને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)