શોધખોળ કરો
Coronavirus: દુનિયામાં PPE સૂટ અને N95 માસ્કના ઉત્પાદનમાં બીજા નંબર પર પહોંચ્યું ભારત
સરકારના સૂત્રોએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં પીપીઈ અને માસ્ક બનાવવાની ક્ષમતા ડબલ થવાની શક્યતા છે.

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને લઈને દેશમાં PPE એટલે કે Personal Protection Equipment અને માસ્કની અછત હોવાની ફરિયાદો મળી રહી છે. તમામ રાજ્ય સરકાર તેની માંગ કરી રહ્યું છે. હવે આ બંને જરૂરી વસ્તુઓના ઉત્પાદનને લઈને સમાચાર સામે આવ્યા છે. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ પીપીઈ અને N95 માસ્કના ઉત્પાદનના મામલામાં ભારત દુનિયામાં બીજા નંબર પર પહોંચી ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે 11 એપ્રિલના ભારતના ઘરેલું ઉત્પાદકોએ 22000થી વધુ પીપીઈનું ઉત્પાદન કર્યું છે. આ અત્યાર સુધીમાં એક દિવસમાં ઉત્પાદન થનારી સૌથી મોટી સંખ્યા છે.
સરકારના એક અધિકારીએ તેને મોટી ઉપલબ્ધિ ગણાવતા જણાવ્યું કે આશરે 1 મહિના પહેલા સુધી ભારતમાં પીપીઈનું ઉત્પાદન એટલું નહોતું. તેનું મોટું કારણ હતું કે પીપીઈ માટે ઉપયોગમાં લેવામાં આવતું ફેબ્રિક ભારતમાં નહોતું બનતું. અધિકારીએ એ પણ જણાવ્યું કે આ મહામારીને જોતા આપાતકાલિન જરૂરને પૂર્ણ કરવા ચીનથી પીપીઈ અને માસ્ક બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. 15 એપ્રિલ બાદ પીપીઈની પ્રથમ ખેપ ભારત પહોંચવા લાગશે.
સરકારના સૂત્રોએ જણાવ્યું કે આગામી કેટલાક દિવસોમાં પીપીઈ અને માસ્ક બનાવવાની ક્ષમતા ડબલ થવાની શક્યતા છે. હાલમાં દેશની 40 કંપનીઓએ પીપીઈનું ઉત્પાદન શરૂ કર્યું છે. સૂત્રો મુજબ આયાત અને ઘરેલું ઉત્પાદન મળીને દેશની આવશ્યકતાને હિસાબથી બંને વસ્તુની અછત પૂર્ણ થવાની શક્યતા છે, ત્યારબાદ સરકાર નિકાસ કરવા પર પણ વિચાર કરી શકે છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement