(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો કહેરઃ દેશમાં દર મિનિટે આવી રહ્યા છે 117 કેસ, દર કલાકે 38 લોકો ગુમાવી રહ્યા છે જીવ
દેશમાં કોરોનાની સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં પ્રતિ કલાકે 7038 નવા કોરોના દર્દી સામે આવી રહ્યા છે. એટલે કે દર મિનિટે 117 નવા કોરોનાના કેસ આવી રહ્યા છે. જ્યારે પ્રતિ કલાકે 38 લોકોને કોરોના શિકાર બનાવી રહ્યો છે. એક્સપર્ટના કહેવા મુજબ કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.68 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને 904 લોકોના મોત થયા છે.
દેશમાં કોરોનાની સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં પ્રતિ કલાકે 7038 નવા કોરોના દર્દી સામે આવી રહ્યા છે. એટલે કે દર મિનિટે 117 નવા કોરોનાના કેસ આવી રહ્યા છે. જ્યારે પ્રતિ કલાકે 38 લોકોને કોરોના શિકાર બનાવી રહ્યો છે. એક્સપર્ટના કહેવા મુજબ કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccine) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 35 લાખ 27 હજાર 717
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 21 લાખ 56 હજાર 529
- કુલ એક્ટિવ કેસ - 12 લાખ 01 હજાર 009
- કુલ મોત - એક લાખ 70 હજાર 179
10 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 45 લાખ 28 હજાર 565 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા કેસ
- 11 એપ્રિલઃ 1,52, 879
- 10 એપ્રિલઃ 1,45,384
- 9 એપ્રિલઃ 1,31,968
- 8 એપ્રિલઃ 1,26,789
- 7 એપ્રિલઃ 1,15,736
- 6 એપ્રિલઃ 96,982
- 5 એપ્રિલઃ 1,03,558