Covid19 Restrictions : દેશના આ રાજ્યએ હટાવ્યા કોરોના નિયંત્રણ, માસ્ક પહેરવું પડશે, જાણો વિગત
Covid19 Restrictions : દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન ઘણા રાજ્યોએ નિયંત્રણો હટાવી લીધા છે. અમુક રાજ્યોએ તો માસ્ક પહેરવામાંથી પણ મુક્તિ આપી છે.
Covid19 Restrictions : દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન ઘણા રાજ્યોએ નિયંત્રણો હટાવી લીધા છે. અમુક રાજ્યોએ તો માસ્ક પહેરવામાંથી પણ મુક્તિ આપી છે. આ દરમિયાન કેરળે પણ તમામ કોવિડ નિયંત્રણો હટાવ્યા છે. જોકે રાજ્યમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી નથી. એક સમયે કેરળમાં દેશના 60 ટકાથી વધુ કેસ નોંધાતા હતા.
એક ઓર્ડરમાં જણાવાયું છે કે, રાજ્યમાં કોવિડ -19 ફેલાવાના વર્તમાન દૃશ્ય અને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ, 2005 હેઠળના નિયંત્રણો માટેના હાલના આદેશોની સમીક્ષા કર્યા પછી અને કેન્દ્ર સરકારના પત્રને ધ્યાનમાં રાખીને કેરળ સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ અમલમાં છે તે તમામ કોવિડ-19 નિયંત્રણ પગલાં તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 નિયંત્રણના પગલાં અંગેની સલાહ, જેમાં ફેસ માસ્કનો ઉપયોગ, હેન્ડ સેનિટાઇઝેશન વગેરે અમલમાં રહેશે તેમ પણ ઓર્ડરમાં જણાવાયું છે.
Kerala lifts all COVID19 restrictions; Advisory on the use of face mask to continue to be in force. pic.twitter.com/EsuqZqH07O
— ANI (@ANI) April 7, 2022
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં આશરે બે વર્ષ બાદ સતત બે દિવસ સુધી હજારથી ઓછા કેસ નોંધાયા બાદ ફરી એક વખત કેસમાં વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ અને 43 લોકોના મોત થયા છે. બુધવારે 1086 નવા કેસ અને 71 સંકંમિતોના મોત થયા હતા.. મંગળવારે 795 નવા કેસ અને 58 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 913 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1096 નવા કેસ નોંધાયા હતા અને 81 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે દેશમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,639 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,530 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,97,567 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 185 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ 0.23 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 0.22 ટકા છે. રિકવરી રેટ 98.76 ટકા છે.