શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકડાઉન 3: green zoneમાં શું રહેશે બંધ અને ક્યાં મળશે છૂટછાટ, જાણો વિગતે
રીન ઝોન એવા જિલ્લા છે જ્યાં અત્યાર સુધીમાં એક પણ કોરોનાનો કેસ નથી આવ્યો અથવા તો છેલ્લા 21 દિવસમાં કોઈ નવો કેસ નથી આવ્યો.
અમદવાદઃ કોરોના વાઈરસ સામેની લડતમાં કેસ બમણા થવાનો દર સતત સુધરી રહ્યો હોવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવાઓ વચ્ચે દેશમાં કોવિડ-૧૯ના કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે લૉકડાઉન વધુ બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ૧૭મી મે સુધી લૉકડાઉન અમલમાં રહેશે. જોકે, સરકારે દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોનમાં વિભાજિત કર્યો છે. રેડ ઝોનમાં આકરાં પ્રતિબંધો યથાવત રાખ્યા છે જ્યારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. આ સાથે ગૃહમંત્રાલયે દરેક ઝોન માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
રેડ ઝોન તરીકે જે જિલ્લા છે તેનું વર્ગીકરણ કરતા સમયે એક્ટિવ કેસની કુલ સંખ્યા, કન્ફર્મ કેસનો ડબલિંગ રેશિયો, જિલ્લામાંથી મળેલ કુલ ટેસ્ટિંગ અને તપાસની સુવિધા સંબંધીત જાણકારીઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રીન ઝોન એવા જિલ્લા છે જ્યાં અત્યાર સુધીમાં એક પણ કોરોનાનો કેસ નથી આવ્યો અથવા તો છેલ્લા 21 દિવસમાં કોઈ નવો કેસ નથી આવ્યો.
ગુજરાતમાં કુલ 5 જિલ્લા એવા છે જેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે તેમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકાનો સમાવેશ થાય છે.
દરેક ઝોનમાં આ સેવાઓ પર પ્રતિબંધ રહેશે
હવાઈ, રેલવે, મેટ્રો અને આંતરરાજ્ય માર્ગ પરિવહન સેવાઓ. સ્કૂલો, કોલેજ અને કોચિંગ ક્લાસ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ. હોટેલ્સ અને રેસ્ટોરાં સહિતની હોસ્પિટાલિટી સેવાઓ. સિનેમા હોલ, મોલ્સ, પાર્ક, જીમ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિતના સ્થળો. પૂજાના જાહેર ધાર્મિક સ્થળો. ગૃહ મંત્રાલયની મંજૂરીથી કેટલીક સેવાઓ માટે હવાઈ, રેલવે અને માર્ગ પરિવહનને મંજૂરી અપાશે.
ગ્રીન ઝોનમાં છૂટછાટ
સમગ્ર દેશમાં પ્રતિબંધિત સેવાઓ અને પ્રવૃત્તિઓ સિવાય દરેક પ્રકારની પ્રવૃત્તિઓને મંજૂરી અપાઈ છે. ગ્રીન ઝોનમાં 50 ટકાથી વધુ લોકો સાથે બસો ચાલી શકશે અને ડેપોમાં 50 ટકાની ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી અપાઈ છે. પાનની દુકાનો ખોલવાની પણ મંજૂરી અપાઈ છે. પરંતુ ગ્રાહકોએ બે ગજનું અંતર રાખવું પડશે અને એક સમયે પાંચથી વધુ લોકો હાજર રહી શકશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion