શોધખોળ કરો
Advertisement
લોકડાઉન 3: Red zoneમાં શું રહેશે બંધ અને ક્યાં મળશે છૂટછાટ, જાણો વિગતે
સરકારે દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોનમાં વિભાજિત કર્યો છે. રેડ ઝોનમાં આકરાં પ્રતિબંધો યથાવત રાખ્યા છે જ્યારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અનેક છૂટછાટો આપવામાં આવી છે.
અમદવાદઃ કોરોના વાઈરસ સામેની લડતમાં કેસ બમણા થવાનો દર સતત સુધરી રહ્યો હોવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવાઓ વચ્ચે દેશમાં કોવિડ-૧૯ના કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પર નિયંત્રણ મેળવવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે લૉકડાઉન વધુ બે સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ૧૭મી મે સુધી લૉકડાઉન અમલમાં રહેશે. જોકે, સરકારે દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ ત્રણ ઝોનમાં વિભાજિત કર્યો છે. રેડ ઝોનમાં આકરાં પ્રતિબંધો યથાવત રાખ્યા છે જ્યારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અનેક છૂટછાટો આપવામાં આવી છે. આ સાથે ગૃહમંત્રાલયે દરેક ઝોન માટે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
રેડ ઝોન તરીકે જે જિલ્લા છે તેનું વર્ગીકરણ કરતા સમયે એક્ટિવ કેસની કુલ સંખ્યા, કન્ફર્મ કેસનો ડબલિંગ રેશિયો, જિલ્લામાંથી મળેલ કુલ ટેસ્ટિંગ અને તપાસની સુવિધા સંબંધીત જાણકારીઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ 9 જિલ્લા રેડ ઝોનમાં છે જેમાં, અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવવલીનો સમાવેશ થાય છે. આગળ વાંચો રેડ ઝોનમાં શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે.
રેડ ઝોનમાં કઈ વસ્તુ પર રહેશે પ્રતિબંધ
- સાઈકલ રિક્ષા
- ઓટો રિક્ષા
- ટેક્સી
- જાહેર પરિવહન
- સ્ટેટ ટ્રાન્સપોર્ટ
- હેર સલૂન
- સ્પા
- બ્યૂટીપાર્લર
- ગ્રામીણ ક્ષેત્રોમાં તમામ પ્રકારના ઔદ્યોગિક અને ઉત્પાદન એકમોના કામ, મનરેગાના કામ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, ઈંટ-ભઠ્ઠા
- શહેરી ક્ષેત્રોમાં પણ શોપિંગ મોલ સિવાયની દુકાનો ખુલી રહેશે.
- ખેતી કામ, પશુપાલન, માછલી પાલન
- ગ્રામીણ વિસ્તારમાં પ્લાન્ટેશનનું કામ
- દરેક પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ
- બેન્ક, ઇન્સ્યોરન્સ અને કેપિટલ માર્કેટ એક્ટિવિટી, ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી સહિત નાણાકીય સેક્ટર
- આંગણવાડી, વીજળી, પાણી, સેનિટેશન, વેસ્ટ મેનેજમેન્ટ, ટેલિકોમ્યુનિકેશ અને ઇન્ટરનેટ કેરિયર તથા પોસ્ટલ સર્વિસ
- પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા
- આઈટી અને ડેટા તથા કોલ સેન્ટર્સ
- કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ
- પ્રાઈવેટ સિક્યોરિટી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion