શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનમાં ફસાયેલા શ્રમિકો માટે તેલંગણાથી ઝારખંડ માટે પ્રથમ સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ
તેલંગણા સરકારની વિનંતી બાદ કેન્દ્રીય રેલ મંત્રાલયના નિર્દેશાનુસાર હૈદરાબાદ અને ઝારખંડ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી.
નવી દિલ્હી: કોરોનાની મહામારીના કારણે લૉકડાઉનમાં ફસાયેલા મજૂરોની ઘર વાપસી શરુ થઈ ગઈ છે. લૉકડાઉનન વચ્ચે તેલંગણાથી ઝારખંડ માટે પ્રથમ સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવી છે. આ ટ્રેનમાં 1200 પ્રવાસીઓને રવાના કરવામાં આવ્યા છે. આરપીએફના ડીજી અરુણ કુમારે જણાવ્યું કે, “24 ડબ્બાવાળી આ ટ્રેન શુક્રવારે સવારે 4 વાગીને 50 મિનિટે રવાના થઈ.” તેઓએ જણાવ્યું કે, પ્રવાસીઓ લોકડાઉમાં શરૂ કરવામાં આવેલી આ પ્રથમ ટ્રેન છે. સંયોગથી શુક્રવારે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ પણ છે.
તેલંગણા સરકારની વિનંતી બાદ કેન્દ્રીય રેલ મંત્રાલયના નિર્દેશાનુસાર હૈદરાબાદ અને ઝારખંડ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી. આ ટ્રેનથી ઝારખંડના મજૂરોને પરત ઘરે મોકલવામાં આવ્યા છે. આ ટ્રેન હૈદરાબાદના લિંગમપલ્લી અને ઝારખંડના હટિયા વચ્ચે ચલાવવામાં આવી છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કરીને કહ્યું કે, “મજૂર દિવસ પર તમામ શ્રમિક ભાઈઓ -બહેનોને આ ઝારખંડી ભાઈ-પુત્રના જોહાર. હું જાણું છું કે આ લોકડાઉનમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અમે તમારી જલ્દીજ સકુશળ વાપસી માટે કામ કરી રહ્યાં છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement