શોધખોળ કરો
Advertisement
લોકડાઉનના નવમાં દિવસે PM મોદીએ દેશ પાસે માગી 9 મિનિટ, 5 એપ્રિલે રાત્રે 9 કલાકે જોવા મળશે નવી સામૂહિકતા
પીએમ મોદીએ કહ્યું કે, આ રવિવારે 5 એપ્રિલે આપણે બધાએ મળીને કોરોના સંકટને અંધકારને પડકાર આપવાનો છે. આ પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે.
નવી દિલ્હીઃ પીએમ મોદી આજે દેશને વીડિયો મેસેજ દ્વારા સંબોધિત કર્યું હતું. તે દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, “કોરોના વૈશ્વિક મહામારી વિરદ્ધ દેશવ્યાપી લોકડાઉનનો આજે 9મો દિવસ છે. આ દરમિયાન આ તમામે જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે તે અભૂતપૂર્વ છે. આપે જે રીતે 22 માર્ચના રોજ રવિવારના દિવસે કોરોના વિરૂદ્ધ લડાઈ લડી રહેલ દરેકનો આભાર માન્યો તે પણ આજે બધા દેશો માટે એક દાખલો બેસાડ્યો છે. આજે અનેક દેશો તેને અનુસરી રહ્યા છે.''
પીએમ મોદીએ કહ્યું, “આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ એમ થાય કે તે એકલો શું કરશે. કેટલાક લોકો એ પણ વિચારી રહ્યા છે કે આટલી મોટી લડાઈ તે એકલા કેવી રીતે લડી શકશે. આ લોકડાઉનનો સમય જરૂર છે, આપણે આપણાં ઘરમાં જરૂર છીએ, પરંતુ આપણે એકલા નથી. 130 કરોડ દેશવાસીઓની સામૂહિક શક્તિની સાથે છે, દરેક વ્યક્તિ સબળ છે.”
પીએમ મોદીએ કહ્યું- આપણે ત્યાં માનવામાં આવે છે કે જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે. માટે જ્યારે દેશ આટીલ મોટી લડાઈ લડી ર્યો છે ત્યારે આવી લડાઈમાં વારંવાર જનતારૂપી મહાશક્તિનો સાક્ષાત્કાર કરતા રહેવું જોઈએ. આ સાક્ષાત્કાર આપણે મનોબળ આપે છે, ટાર્ગેટ આપે છે, તેને મેળવવા માટે ઉર્જા આપે છે, આપણો રસ્તો વધારે સ્પષ્ટ કરેછે. કોરોના મહામારીથી ફેલાયેલ અંધકારની વચ્ચે, અમે નિરંત્ર પ્રકાશ તરફ જવાનું છે.”
પ્રકાશ તરફ અને નિશ્ચિતતા તરફ આગળ વધવાનુંછે. આ અંધકારમય કોરોના સંકટનને પરાજિત કરવા માટે આપણે પ્રકાશના તેજને ચારેય દિશાઓમાં ફેલાવવાનો છે. માટે આ રવિવારે 5 એપ્રિલે આપણે બધાએ મળીને કોરોના સંકટને અંધકારને પડકાર આપવાનો છે. આ પ્રકાશની તાકાતનો પરિચય કરાવવાનો છે. આ 5 એપ્રિલે આપણે 130 કરોડ દેશવાસીઓની મહાશક્તિનું જાગરણ કરવાનું છે.”
પીએમ મોદીએ કહ્યું- 130 કરોડ દેશવાસીઓએના મહાસંકલ્પને નવી ઉંચાઈ પર લઈ જવાના છે. 5 એપ્રિલ, રવિવારે રાત્રે 9 કલાકે તમારી 9 મિનિટ માગુ છું. 5 એપ્રિલે રાત્રે 9 કલાકે ઘરની તમામ લાઈટ બંધ કરી ઘરના દરવાજા પર અથવા બાલકનીમાં ઉભા રહીને 9 મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઈલની ફ્લેશલાઈટ કરો. આ સમય દરમિયાન ઘરની તમામ લાઈટ બંધ કરશો, ચારેય બાજુએ જ્યારે દરેક વ્યક્તિ એક એક દીવો પ્રગટાવશે ત્યારે પ્રકાશની એ મહાશક્તિનો અનુભવ થશે. જેમાં એક જ ઉદ્દેશ માટે આપણે બધા લડી રહ્યા છીએ જે જોવા મળશે.”
પીએમ મોદીએ કહ્યું- “મારી એક પ્રાર્થના છે કે આ આયોજનના સમયે કોઈએ પણ કોઈપણ જગ્યાએ ભેગા નથી થવાનું. રસ્તામાં, ગલીમાં અથવા મહોલ્લામાં નથી જવાનું, તમારા ઘરના દરવાજે, બાલકીમાં જ આ કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગની લક્ષ્મણ રેખાને પાર નથી કરવાની. સોશિયલ ડિસ્ટન્સિંગને કોઈપણ સ્થિતિમાં તોડવાનું નથી. કોરોનાની ચેનને તોડવી એ જ રામબાણ ઇલાજ છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion