શોધખોળ કરો
Advertisement
કોરોનાનો ઈલાજ કરતી રસી સૌ પ્રથમ ક્યાં પાંચ રાજ્યોને મળશે ? ગુજરાતને ક્યારે મળશે દવા ? જાણો મહત્વની વિગત
કંપનીએ કહ્યું કે, દવા માટે વધુમાં વધુ રિટેલ કિંમત 5400 રૂપિયા પ્રતિ ઇન્જેક્શન નક્કી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દવા કંપની હેટેરો હેલ્થકેરે બુધવારે કહ્યું કે, તે કોવિડ-19ની સારવાર માટે પોતાની એન્ટીવાયરલ કોવિફોરની 20,000 ઇન્જેક્શન ડીલિવરી માટે તૈયાર છે. કોવિફોરની વધુમાં વધુ રિટેલ પ્રાઈસ 5400 રૂપિયા પ્રતિ ઇન્જેક્શન હશે. હેટેરો હેલ્થકેરે એક નિવેદનમાં કહ્યું કે, કંપનીએ 20,000 ઇન્જેક્શન માટે 10,000 ઇન્જેક્શનના બે લોટ ડિલીવર કરવા માટે તૈયાર છે, જેમાંથી એક લોટ હૈદ્રાબાદ, દિલ્હી, ગુજરા, તમિલનાડુ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગમાં તરત જ મોકલવામાં આવશે. જ્યારે અન્ય લોટ એક સપ્તાહની અંદર કોલકાતા, ઇન્દોર, ભોપાલ, લખનઉ, પટના , ભુવનેશ્વર, રાંચી, વિજયવાડા, કોચીન, ત્રિવેન્દ્રમ અને ગોવામાં સપ્લાઈ કરવામાં આવશે.
કંપનીએ કહ્યું કે, દવા માટે વધુમાં વધુ રિટેલ કિંમત 5400 રૂપિયા પ્રતિ ઇન્જેક્શન નક્કી કરવામાં આવી છે. મંગળવારે ફાર્મા કંપની સિપ્લાએ કહ્યું કે, તેની રેમડિસિવરીના જેનરિક વર્ઝનની કિંમત 5000 રૂપિયા પ્રતિ ઇન્જેક્શનથી ઓછી હશે. કંપનીએ કહ્યું કે, આ દવા આગામી 8થી 10 દિવસમાં ઉપલબ્ધ હશે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, Covifor રેમડિસિવરીનની પ્રથમ જેરનિક બ્રાન્ડ છે, જે વયસ્કો અને બાળકોમાં COVID-19ની સારવાર માટે કરવામાં આવે છે. આ દવા 100 એમજીની શીસી (ઇંજેક્શન) તરીકે બજારમાં ઉપલબ્ધ હશે.
કંપનીએ રવિવારે કહ્યું કે, તેના માટે ડીસીજીઆઈની મંજૂરી મળી ગઈ છે. હેટેરોએ નિવેદનમાં કહ્યું કે, કંપનીને DCGIથી રેમડેસિવીરના પ્રોડક્શન અને માર્કેટિંગની મંજૂરી મળી ગઈ છે. મેમાં ઘરેલુ ફાર્મા કંપનીઓ હેટેરો, સિપ્લા અને જ્યુબિલન્ટ લાઈફ સાયન્સીસે રેમડિસીવરના પ્રોડક્શન અને માર્કેટિંગ માટે દવા કંપની ગિલિયર સાઈન્સીસ ઇંક સાથે નોન એક્સક્લૂસિવ લાઈસન્સિંગ કરાર કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement