શોધખોળ કરો
Advertisement
Coronavirus: મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા સાત લાખને પાર, આજે 10 હજારથી વધારે કેસ નોંધાયા
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે મહારાષ્ટ્રમાં 10,425 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 329 લોકોના મોત થયા છે.
મુંબઈઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. દેશમાં મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસની સંખ્યા સાત લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાથી મૃત્યુમાં પણ મહારાષ્ટ્ર ટોચ પર છે.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે મહારાષ્ટ્રમાં 10,425 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 329 લોકોના મોત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7,03,823 થઈ છે. જેમાંથી 5,14,790 લોકો સાજા થઈ ગયા છે અને 1,65,921 એક્ટિવ કેસ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ મુંબઈમાં છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે 587 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 35 લોકોના મોત થયા છે. બીએમસીના જણાવ્યા મુજબ, મુંબઈમાં કોરોનાના કુલ કેસ 1,37,678 પર પહોંચ્યા છે. જેમાંથી 17,931 એક્ટિવ કેસ છે અને 1,11,967 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. 7,474 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં આજે કોરોનાના નવા 60,971 કેસ નોંધાયા હતા અને 848 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,67,324 પર પહોંચી છે, જેમાંથી 7,04,348 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 24,04,585 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 58,390 પર પહોંચ્યો છે.
Parliament Session Dates: સંસદના ચોમાસુ સત્રની તારીખ થઈ જાહેર, જાણો કઈ તારીખથી યોજાશે
RBI Annual Report: 2000 રૂપિયાની નોટને લઈ RBIના 2019-20ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement