શોધખોળ કરો
Advertisement
RBI Annual Report: 2000 રૂપિયાની નોટને લઈ RBIના 2019-20ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો વિગત
RBI Annual Report 19-20: નોટબંધી બાદ દેશમાં પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. જે મુજબ 200 રૂપિયાની નોટનું સર્કુલેશન સતત ઘટી રહ્યું છે. આરબીઆઈ 2019-20ના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયા મુજબ, આ વર્ષે 2000 રૂપિયાની એક ફણ નોટ નથી છાપવામાં આવી. 2018માં સર્કુલેશનમાં રહેલી કુલ નોટોમાંથી 3.3 ટકા એટલે કે 33,632 લાખ પીસ 2000 રૂપિયાની નોટનું સર્કુલેશન હતું. વર્ષ 2019માં રૂપિયા 2000ની 32910 લાખ પીસ નોટ સર્કુલેશનમાં હતી, જે માર્ચ 2020 સુધીમાં ઘટીને 27,398 લાખ પીસ થઈ ગઈ છે.
નોટબંધી બાદ દેશમાં પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં 5,512 લાખ પીસ 2000 રૂપિયાની નોટનું સર્કુલેશન ઓછું થયું છે. મૂલ્યના હિસાબે જોવામાં આવે તો 2018માં કુલ નોટની 37.3 ટકા એટલે કે 6,72,642 કરોડ રૂપિયાની મૂલ્યની 2000ની નોટ સર્કુલેશનમાં હતી. વર્ષ 2019માં 6,58,199 કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટ સર્કુલેશનમાં હતી, જે માર્ચ 2020માં ઘટીને 5,47,952 કરોડ રૂપિયાના મૂલ્ય જેટલી રહી ગઈ હતી.
2019-20માં 2000ની ચલણી નોટના છાપકામનો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી. જ્યારે રૂપિયા 500ની 1,463 કરોડ નોટ છાપવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે 1,200 કરોડ નોટ પૂરી પાડવામાં આવી હતી. 2019-20માં બીઆરબીએનએમપીએલ તથા એસપીએમસીઆઈએલે 100ની 330 કરોડ નોટ છાપવાનો ઓડર આપ્યો હતો. 50ની 240 કરોડ નોટ, 200ની 205 કરોડ નોટ, 10ની 147 કરોડ નોટ અને 20ની 125 કરોડ નોટ છાપવાનો ઓર્ડર આપ્યો હતો.
રિપોર્ટ મુજબ, 2019-20માં બેંકિંગ ક્ષેત્રમાં પકડાયેલી નકલી નોટમાંથી 4.6 ટકા રિઝર્વ બેંકના સ્તર પર પકડાઈ હતી. 95.4 ટકા નકલી નોટ અન્ય બેંકોએ પકડી હતી. કુલ મળીને 2,96,695 નકલી નોટ પકડવામાં આ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement