શોધખોળ કરો

Coronavirus: ભારતમાં અત્યાર સુધી 4 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થયા, કેટલી લેબમાં થઈ રહ્યું ટેસ્ટિંગ ? જાણો

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 34 લાખ 63 હજાર થઈ ગઈ છે. જેમાંથી 62,550 લોકોના મોત થયા છે.

નવી દિલ્હી: ભારતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને સંક્રમિતોની સંખ્યા 34 લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના ટેસ્ટિંગ સતત વધારવામાં આવી રહી છે. તેની સાથે જ દેશમાં કોરોના ટેસ્ટની સંખ્યા ચાર કરોડને પાર પહોંચી ગઈ છે. જ્યારે ટેસ્ટિંગ લેબમાં પણ વધારો કરાયો છે. ભારતમાં જાન્યુઆરી 2020માં પ્રથમ કેસ સામે આવ્યો હતો ત્યારે દેશમાં કોરોના ટેસ્ટિંગ માટે માત્ર એક જ લેબ મહારાષ્ટ્રના પુણેમાં હતી. જેના બાદ લેબની સંખ્યા વધારવામાં આવી અને ટેસ્ટિંગની સંખ્યા પણ વધારવામાં આવી. ભારતમાં હાલ 1576 લેબ કોરોના ટેસ્ટિંગ કરી રહી છે. જેમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. તેમાંથી 1002 સરકારી લેબ છે જ્યારે 574 ખાનગી લેબ છે. અત્યાર સુધી 4,04,06,609 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. - 8 એપ્રિલ સુધી ભારતમાં માત્ર 10 હજાર સેમ્પલ ટેસ્ટ કરવામા આવ્યા - 3 મે સુધી સેમ્પલ ટેસ્ટની સંખ્યા વધીને 10 લાખ પહોંચી ગઈ. - 10 જૂન સુધી ભારતમાં 50 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા હતા. - 7 જુલાઈ સુધી એક કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. - 4 ઓગસ્ટ સુધી 2 કરોડથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 17 ઓગસ્ટ સુધી આ સંખ્યા 4 કરોડને પાર પહોંચી ગઈ. ટેસ્ટ પ્રતિ મિલિયન (ટીપીએમ)ની વાત કરીએ તો અત્યારે ભારતમાં 29,280 ટેસ્ટ પ્રતિ મિલિયન થઈ રહ્યાં છે. અનેક રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 76,472 નવા કેસ સામે આવ્યા છે અને 1,021 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં હવે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 34 લાખ 63 હજાર થઈ ગઈ છે. જેમાંથી 62,550 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા 7 લાખ 52 હજાર છે અને 26 લાખ 48 હજાર સ્વસ્થ થયા છે. એક દિવસ પહેલા દેશમાં રેકોર્ડ 77,266 નવા કેસ નોંધાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
Embed widget