શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે Air India ના પાયલટને કહ્યું- અમને તમારા પર ગર્વ છે
એર ઈન્ડિયાની પ્રશંસા કરનારા દેશોમાં હવે પાકિસ્તાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલે ન માત્ર એર ઈન્ડિયાની ફ્લાઇટનું તેમના એરસ્પેસમાં સ્વાગત કર્યુ અને પ્રશંસા પણ કરી.
નવી દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે એર ઈન્ડિયાની એનક રાહત કાર્યો માટે વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. એર ઈન્ડિયાની પ્રશંસા કરનારા દેશોમાં હવે પાકિસ્તાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલે ન માત્ર એર ઈન્ડિયાની ફ્લાઇટનું તેમના એરસ્પેસમાં સ્વાગત કર્યુ અને પ્રશંસા પણ કરી.
2 એપ્રિલે એર ઈનડ્યાની ફલાઇટ મુંબઈતી ફ્રેંકફર્ટ જતી હતી. જમાં યૂરોપના અનેક નાગરિકો સવાર હતા. બપોરે 2.30 કલાકે આ ફ્લાઇ રવાના થઈ અને સાંજે 5 કલાકે પાકિસ્તાન એરસ્પેસમાં દાખલ થઈ. એર ઈન્ડિયાના ઓફિસરે જણાવ્યું, અમે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ કોઈ જવાબ ન મળ્યો. તેથી અમે ફ્રિકવેંસી બદલી. જે બાદ પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલના શબ્દોએ પાયલટને હેરાન કરી દીધા.
એર ઈન્ડિયાના ઓફિસરના જણાવ્યા મુજબ, એર ટ્રાફિક કંટ્રોલરે અમને કહ્યું, અસ્સલામ વાલેકુમ. આ કરાચી એર કંટ્રોલ રૂમ છે અને એર ઈન્ડિયાની ફ્લાઇટનું સ્વાગત કરે છે. જે બાદ કરાચીના કંટ્રોલ રૂમે પૂછ્યું કે શું તમે એ વાતની પુષ્ટિ કરો છો કે આ ફ્લાઇટ રાહત કર્યા માટે ફ્રેંકફર્ટ જઈ રહી છે. જેના જવાબમાં અમે હા કરી. જે બાદ પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલે પાયલટને કહ્યું અમને તમારા પર ગર્વ છે કે રાહત કાર્ય કરી રહ્યા છો અને મુશ્કેલ સમયમાં પણ ડ્યૂટી પર છે. જેના જવાબમાં કેપ્ટને ધન્યવાદ કહ્યું.
અધિકારીના જણાવ્યા મુજબ, તેનાથી ફ્લાઇટની 15 મિનિટ પણ બચી. પાકિસ્તાનના ટ્રાફિક કંટ્રોલે ન માત્ર એક વખત પરંતુ બે વખત ભારતીય વિમાનની મદદ કરી. જે બાદ ઈરાનના એર સ્પેસમાં પ્લેન દાખલ થયું ત્યારે સંપર્ક નહોતું કરી શકતું ત્યારે પણ પાકિસ્તાન એર ટ્રાફિક કંટ્રોલરે મદદ કરી.
પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલે ઈરાનના ટ્રાફિક કંટ્રોલને સંદેશો પહોંચાડ્યો અને તે બાદ ઈરાનના એર ટ્રાફિક કંટ્રોલે પણ શોર્ટ કટ ઉપલબ્ધ કરાવ્યો. જેના કારમે એર ઈન્ડિયાની ફ્લાઇટ નિર્ધારીત સમય કરતાં 40 મિનિટ પહેલા જ ફ્રેંકફર્ટ પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement