શોધખોળ કરો
Advertisement
એર ઈન્ડિયાના 5 પાયલટ સહિત 7 કર્મચારી કોરોના પોઝિટિવ, કાર્ગો વિમાન લઈને ગયા હતા ચીન
વિમાન ઉડાન ભરવાના 72 કલાક પહેલા કરવામાં આવેલા ટેસ્ટમાં આ ખુલાસો થયો હતો. આ તમામમાં કોરોના વાયરસના કોરોનાના લક્ષણ નહોતા.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. હવે એર ઈન્ડિયાના સાત કર્મચારી પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જેમાં સાત પાયલટ, એક એન્જિનિયર, એક ટેક્નિશિયન સામેલ છે. તાજેતરમાં આ તમામ લોકો કાર્ગો વિમાન લઈને ચીન ગયા હતા.
વિમાન ઉડાન ભરવાના 72 કલાક પહેલા કરવામાં આવેલા ટેસ્ટમાં આ ખુલાસો થયો હતો. આ તમામમાં કોરોના વાયરસના કોરોનાના લક્ષણ નહોતા. હાલ તમામને મુંબઈમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદે ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે તેવા જ સમયે એર ઈન્ડિયાના પાંચ પાયલટનો કોરોના પોઝિટિવ આવ્યો છે. લોકડાઉન વચ્ચે દેશના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જરૂરી સામાન અને દવા પહોંચાડવાની જવાબદારી એર ઈન્ડિયાના પાયલટ નિભાવી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 62,939 પર પહોંચી છે. 2109 લોકોના મોત થયા છે અને 19,358 લોકો સાજા થઈ ગયા છે. હાલ 41,472 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement