શોધખોળ કરો
Coron Update: દેશમાં 24 કલાકમાં પ્રથમ વખત નોંધાયા 25 હજાર જેટલા કેસ, અત્યાર સુધીમાં 21 હજારથી વધુના મોત
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,23,724 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,22,350 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-2 ચાલી રહ્યું છે. અનલોક-1ની શરૂઆત બાદ દેશમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7 લાખ 65 હજારને પાર કરી ગઈ છે. હાલ ભારત કોરોના કેસના સંદર્ભમાં રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 487 લોકોના મોત થયા છે અને 24,879 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,67,296 પર પહોંચી છે અને 21,129 લોકોના મોત થયા છે. 4,76,378 લોકો સાજા થઈ ગયા છે અને 2,69,789 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 9448, દિલ્હીમાં 3213, ગુજરાતમાં 1993, તમિલનાડુમાં 1700, મધ્યપ્રદેશમાં 629, આંધ્રપ્રદેશમાં 264, અરૂણાચલ પ્રદેશ 2, આસામમાં 16, બિહારમાં 107, ચંદીગઢમાં 7, છત્તીસગઢમાં 14, ગોવામાં 8, હરિયાણામાં 282, હિમાચલ પ્રદેશમાં 11, જમ્મુ-કાશ્મીરમાં 149, ઝારખંડમાં 22, કર્ણાટકમાં 470, કેરળમાં 27, મેઘાલયમાં 1, ઓડિશામાં 48, પુડ્ડુચેરીમાં 14, પંજાબમાં 178, રાજસ્થાનમાં 482, તેલંગાણામાં 324, ઉત્તરાખંડમાં 46, ઉત્તરપ્રદેશમાં 845 અને પશ્ચિમ બંગાળમાં 827 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,23,724 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,22,350 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે. દિલ્હીમાં 1,04,864, ગુજરાતમાં 38,330, તેલંગાણામાં 29,536, કર્ણાટકમાં 28,877, રાજસ્થાનમાં 22,063 સંક્રમિતો નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
બોલિવૂડ
Advertisement