શોધખોળ કરો
Advertisement
ભાજપ શાસિત આ રાજ્યના આરોગ્ય મંત્રીનો કોરોના આવ્યો પોઝિટિવ, જાણો વિગતે
થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રીએ કહ્યું હતું, આ બીમારીથી હવે ભગવાન જ બચાવી શકે છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે જનતાના સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. જેને લઈ વિવાદ થયો હતો
બેંગલુરુઃ ભાજપ શાસિત રાજ્ય કર્ણાટકમાં પણ કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય મંત્રી બી શ્રીરામુલુ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
થોડા દિવસ પહેલા તેમણે કહ્યું હતું કે, આ બીમારીથી હવે ભગવાન જ બચાવી શકે છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે જનતાના સહયોગની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું. જેને લઈ વિવાદ થયો હતો, આ પછી સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારો મતલબ જ્યાં સુધી કોરોનાની રસી ન મળી જાય ત્યાં સુધી ભગવાન જ આપણને બચાવી શકે તેવો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 24 કલાકમાં 64,399 કેસ નોંધાયા છે અને 861 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 21,53,011 પર પહોંચી છે અને 43,379 લોકોના મોત થયા છે. દેશમાં હાલ 6,28,747 એક્ટિવ કેસ છે અને 14,80,885 લોકો સાજા થઈ ગયા છે.
સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 107 તાલુકામાં પડ્યો વરસાદ, જાણો કઈ જગ્યાએ નોંધાયો સૌથી વધુ વરસાદ
ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનના ભાઈએ કર્યો આપઘાત ? જાણો શું હતું કારણ ?
દેશના આ મોટા રાજ્યમાં આવતીકાલથી ખૂલશે ધર્મસ્થાનો, જાણો સરકારે શું મુકી શરત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement