શોધખોળ કરો

સવારે 4 વાગે ખાલી કરાવામાં આવ્યું નિઝામુદ્દીન મરકઝ, જગ્યાને કરાઈ સીલ, દેશભરમાં 100 પોઝિટિવ કેસનું મળ્યું કનેકશન

મરકઝમાં સામેલ આટલી મોટી સંખ્યામાં કોરોના વાયરસ મળી આવ્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દેવામમાં આવી છે.

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દીન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ દેશના લોકો ભેગા થયા હતાં.  આશરે 100 લોકોના કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ નિઝામુદ્દિન મરકઝમાથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આજે વહેલી સવારે 4 વાગ્યે મરકઝને ખાલી કરાવી સીલ કરી દેવામાં આવી છે. તેલંગાણાના 6 લોકોના કોરોના વાયરસથી મોત બાદ નિઝામુદ્દીન મરકઝમાં રોકાયેલા તમામ લોકોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે અને મામલાની તપાસ દિલ્હી ક્રાઇમ બ્રાંચ કરશે. મરકઝમાં સામેલ વિદેશી નાગરિકો ક્યાં રોકાયા હતા ? હવે આ મામલે હવે નવો ખુલાસો થયો છે. જાણકારી મુજબ, અહીંયા બહાર કાઢવામાં આવેલા વિદેશી નાગરિકોમાંથી 157 લોકોએ દિલ્હીની 16 મસ્જિદોમાં આશરો લીધો હતો. સંક્રમણને વધતું અટકાવી શકાય તે માટે સરકાર હવે આ મસ્જિદની ઓળખ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશલ બ્રાંચ આ 16 મસ્જિદોનું લિસ્ટ બહાર પાડ્યું છે. ગુજરાતમાંથી કેટલા લોકોએ મરકઝમાં લીધો ભાગ ? મરકઝમાં સામેલ આટલી મોટી સંખ્યામાં કોરોના વાયરસ મળી આવ્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દેવામમાં આવી છે. ઉપરાંત તેમને Quarantineમાં રાખવા અને ટેસ્ટ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મરકઝમાં ગુજરાતના સુરતમાંથી 76, ભાવનગરના 13 અને બોટાદના 4 લોકોએ ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે. તબલીગી જમાતની શું છે કામગીરી ? તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

ABP Premium

વિડિઓઝ

Big Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર

Sri Lanka Vs Australia Test: પેટ કમિન્સ વિના શ્રીલંકા જશે ઓસ્ટ્રેલિયા, આ ખેલાડીને બનાવ્યો નવો કેપ્ટન

Embed widget