શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: મોદી સરકારનો મોટો ફેંસલો, હવે સંક્રમિતોના સેમ્પલ પર થઈ શકશે રિસર્ચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પર બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ લેખિત આદેશ પણ બહાર પાડી દીધો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈ ભારત સરકારે મોટો ફેંસલો લીધો છે. જે બાદ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ પણ ઘણો વધી ગયો છે. સરકારે COVID-19 પર દવા અને રસી વગેરેના રિસર્ચ માટે વૈજ્ઞાનિકોનો રસ્તો સરલ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે ભારત સરકારે કોવિડ-19 સંક્રમિત દર્દીઓના લોહી, નાક અને ગળાના લેવામાં આવેલા સેમ્પલ પર રિસર્ચ કરવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પર બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ લેખિત આદેશ પણ બહાર પાડી દીધો છે.
હવે કોઈ વૈજ્ઞાનિક ઈચ્છશે તો કોરોના વાયરસથી સંક્રમિત દર્દીના સેમ્પલ પર રિસર્ચ શરૂ કરી શકે છે. આ માટે વૈજ્ઞાનિકોએ પુણે સ્થિત એનઆઈવી લેબમાં કેટલીક દસ્તાવેજી પ્રક્રિયા કરવી પડશે, જે બાદ તેમને સેમ્પલ મળી શકશે. એનઆઈવી લેબે સંક્રમિત દર્દીના સેમ્પલ એકત્ર કરવાનું શરૂ પણ કરી દીધું છે અને લેબમાં સુરક્ષિત રીતે સાચવવામાં આવી રહ્યા છે.
હાલ દેશમાં કોરના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1190 પર પહોંચી છે. જેમાંથી 29ના મોત થયા છે, જ્યારે 102 સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion