શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ જાણીતા શહેરમાં શુક્રવારથી એક અઠવાડિયાનું લાદવામાં આવશે લોકડાઉન, જાણો માત્ર કોણ બહાર નીકળી શકશે
જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર રવિએ 10 થી 16 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરવાનો આદેશ બુધવારે સાંજે જાહેર કર્યો હતો.
પટનાઃ બિહારની રાજધાની પટનામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જેને લઈ જિલ્લા તંત્રએ 10 થી 16 જુલાઈ સુધી શહેરમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ કુમાર રવિએ 10 થી 16 જુલાઈ સુધી લોકડાઉન લાગુ કરવાનો આદેશ બુધવારે સાંજે જાહેર કર્યો હતો. આ દરમિયાન જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકો બહાર નીકળી શકશે. તેને બાદ કરતાં તમામ પ્રકારની સરકારી, ખાનગી ઓફિસો, ધાર્મિક સ્થળો વગેરે બંધ રહેશે. જિલ્લા તંત્રએ આ માટે જરૂરી દિશા નિર્દેશ જાહેર કરી દીધા છે.
પટનામાં બુધવારે 273 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા. જેમાં ફતુહાના ડીએસપી મનીષ કુમાર પણ કોરોના સંક્રમિત આવ્યા હતા. જે બાદ પોલીસતંત્રમાં હાહાકાર મચી ગયો હતો. પટનામાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા જિલ્લા તંત્રએ આઈસોલેશન સેન્ટરમાં બેડ વધારવાનો નિર્ણય લીધો છે. આગામી ત્રણ દિવસોમાં આઇસોલેશન સેન્ટરમાં બે હજાર બેડ વધારવામાં આવશે.
જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, જરૂર પડશે તો આઈસોલેશન સેન્ટરમાં શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે.
મોદી કેબિનેટે પ્રવાસી મજૂરોને લઈ શું લીધો મોટો નિર્ણય, બીજા કયા મહત્વના ફેંસલા લેવાયા, જાણો વિગત
દેશના આ રાજ્યના મુખ્યમંત્રી થયા હોમ કોરેન્ટાઈન, થશે કોરોના ટેસ્ટ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion