શોધખોળ કરો
Advertisement
PM મોદીએ RBIના નિર્ણયની કરી પ્રશંસા , કહ્યું- બિઝનેસ અને મધ્યમ વર્ગને મળશે મદદ
આરબીઆઇના નિર્ણયનું સ્વાગત કરતા વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું કે, આજે આરબીઆઇએ કોરોના વાયરસની અસરથી આપણી અર્થવ્યવસ્થાને બચાવવા માટે મોટા પગલા ભર્યા છે
નવી દિલ્હીઃ આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અર્થવ્યવસ્થા માટે કેટલીક મોટી જાહેરાતો કરી છે અને ત્યારબાદ વડાપ્રધાન મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ તેને લઇને ટ્વિટ કર્યા હતા. આરબીઆઇના નિર્ણયનું સ્વાગત કરતા વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું કે, આજે આરબીઆઇએ કોરોના વાયરસની અસરથી આપણી અર્થવ્યવસ્થાને બચાવવા માટે મોટા પગલા ભર્યા છે. આ જાહેરાતો લિક્વિડિટીને વધારશે, ફંડના ખર્ચને ઓછો કરશે અને સાથે જ બિઝનેસ અને મધ્યમ વર્ગને તેમાં મદદ મળશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આરબીઆઇ દ્ધારા રેપો રેટમાં કરવામાં આવેલા ઘટાડાના વખાણ કર્યા હતા અને આ લાભ જલદી ગ્રાહકો સુધી પહોંચાડવા પર ભાર મુક્યો હતો. નિર્મલા સીતારમણે કહ્યુ કે, વ્યાજદરોમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી જલદી પહોંચાડવો જોઇએ. વાસ્તવમાં ફરિયાદ રહે છે કે રિઝર્વ બેન્ક દ્ધારા રેપો રેટમાં છેલ્લા કેટલાક મહિના દરમિયાન ભારે ઘટાડો કર્યા છતાં બેન્કો લોનના દરમાં એટલો ઘટાડો કરતી નથી.
કોગ્રેનના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેન્કના રેપો રેટમાં ઘટાડાના નિર્ણયને શુક્રવારે સ્વાગત કર્યું હતું સાથે આરોપ લગાવ્યો હતો કે લોન પર ઇએમઆઇની ચૂકવણીની તારીખને આગળ વધારવાનો નિર્ણય સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે, હું રેપો રેટમાં ઘટાડો કરવાના આરબીઆઇના નિર્ણયનું સ્વાગત કરું છું. જોકે, ઇએમઆઇની તારીખ આગળ વધારવા પર આરબીઆઇનો નિર્દેશ અસ્પષ્ટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion