શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટઃ PM મોદી આજે 21 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને પ્રશાસકો સાથે કરશે વાતચીત
ભારતમાં સોમવારે કોરોના વાયરસના 11 હજારથી વધારે કેસ સામે આવ્યા, જેમાં કુલ સંક્રમિતની સંખ્યા 3.32 લાખ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે પીએમ મોદી આજે અને આવતીકાલે એટલે કે બુધવારે અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદી આજે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ, ઉપરાજ્યપાલો અને પ્રશાસકો સાથે વાતચીત કરશે. બેઠક બપોરે 3 કલાકે શરૂ થસે જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે.
આજે મળનારી બેઠકમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા, મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, પુડુચેરી, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંડમાન અને નિકોબાર દ્વીપ ટાપુ, દાદરા નાગર હવેલી અને દિવ દમણ, સિક્કિમ, લક્ષ્યદ્વીપ જેવા રાજ્ય સામેલ હશે. પીએમ બુધવારે 15 રાજ્યોના મુખ્યમંત્રી અને જમ્મૂ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરશે. આ 15 રાજ્યોમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યૂપી, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, બિહાર, આંધ્ર પ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, તેલંગાના અને ઓડિશા છે.
દેશમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે બે દિવસની ડિજિટિલ બેઠક મળવા જઈ રહી છે. ભારતમાં સોમવારે કોરોના વાયરસના 11 હજારથી વધારે કેસ સામે આવ્યા, જેમાં કુલ સંક્રમિતની સંખ્યા 3.32 લાખ થઈ ગઈ છે, જ્યારે 325 વધુ લોકોના મોત થવા સાથે કુલ મોતનો આંકડો 9520એ પહોંચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement