શોધખોળ કરો
Advertisement
Coronavirus: PM મોદી કાલે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, લોકડાઉન પર થઈ શકે છે ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 3 કલાકે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉન 3 17 મેના રોજ સમાપ્ત થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 3 કલાકે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં લોકડાઉનને લઈ ચર્ચા થઈ શકે છે. આ પહેલા આજે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવ તથા સ્વાસ્થ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. સૂત્રોના કહેવા મુજબ રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને લઈ બનાવવામાં આવેલા નિયમોને લઈ વાંધો ઉઠાવ્યો છે.
રાજ્યોનું કહેવું છે કે પ્રવાસી મજૂરોને ગૃહ રાજ્યમાં પરત મોકલવાથી જિલ્લામાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. મોટા ભાગના જિલ્લા રેડ ઝોનમાં આવી ગયા છે. રાજ્યોએ કહ્યું કે, આમ થવાથી સ્થિતિ સામાન્ય થવામાં મુશ્કેલી થશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 62,939 પર પહોંચી છે. 2109 લોકોના મોત થયા છે અને 19,358 લોકો સાજા થઈ ગયા છે. હાલ 41,472 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement