શોધખોળ કરો
કોરોના વાયરસઃ કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં પ્રાથમિક સ્કૂલ બંધ રાખવાનો નિર્ણય
આ નિર્ણય કોરોના વાયરસને ફેલતો રોકવા માટે લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 34 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કાશ્મીરમાં એક શંકાસ્પદ કોરોના કેસ સામે આવ્યો છે. ત્યારબાદ બારામુલા, બાંદીપોરા અને બડગામમાં તમામ પ્રાથમિક સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય કોરોના વાયરસને ફેલતો રોકવા માટે લેવામાં આવ્યો છે. આ અગાઉ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે તમામ પ્રાથમિક સ્કૂલને 31 માર્ચ સુધી બંધ કરી રાખવાના નિર્દેશ આપ્યા છે.
બાળકોમાં કોરોના વાયરસનો ખતરો વધારે રહે છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસના શનિવારે ત્રણ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના પોઝીટિવ કેસની સંખ્યા વધીને 34 થઇ ગઇ છે.
વધુ વાંચો
Advertisement





















