શોધખોળ કરો

રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં કોવિડ સામે લડવા માટે સજ્જતા વધારી, 775 બેડ આપશે ફ્રી

• સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલે મુંબઈના વરલી વિસ્તારમાં નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (એનએસસીઆઇ) ખાતે માત્ર કોવિડના દરદીઓની સારવાર અર્થે 650 બેડ (પથારી)ની વ્યવસ્થા કરી છે• રિલાયન્સ ફાઉન્ડેશન 100 નવાં આઇસીયુ બેડ તૈયાર કરી રહ્યું છે• ઓછાં કે નહીંવત્ લક્ષણો ધરાવતા દરદીઓ માટે બીકેસીમાં ટ્રાઇડન્ટ હોટેલ ખાતે 100 બેડ તૈયાર રાખવાનું કાર્ય શરૂ કરી દેવાયું છે• સેવન હિલ્સ હૉસ્પિટલમાં આઇસીયુ બેડની ક્ષમતા વધારી દેવાઈ છે. તેમાં 45 આઇસીયુ બેડ સહિત 125 બેડની વ્યવસ્થા થઈ છે• એનએસસીઆઇ અને સેવન હિલ્સ હૉસ્પિટલ ખાતે કોવિડના તમામ દરદીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવી રહી છે

  • મુંબઈ : મુંબઈમાં કોવિડના દરદીઓની સંખ્યામાં ઘણો મોટો વધારો થયો હોવાથી રિલાયન્સ ફાઉન્ડેશને સારવાર માટેની સજ્જતા વધારી દીધી છે અને આ રોગચાળા સામેની સરકારની લડતને વધુ મજબૂત બનાવી છે.

રિલાયન્સે મુંબઈમાં કોવિડ સામેની લડાઈમાં મહારાષ્ટ્ર સરકાર અને બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની સાથે વધુ ઘનિષ્ઠતાથી કામ કરવા માટે ચાર નોંધનીય પહેલ કરી છેઃ

  1. સર એચ. એન. હૉસ્પિટલ એનએસસીઆઇ ખાતે 650 બેડ (પથારી)ની સુવિધાનું સંચાલન કરશેઃ
  • રિલાયન્સ ફાઉન્ડેશન નવાં 100 આઇસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) બેડ તૈયાર કરશે અને તેમાં દરદીઓની સારવાર માટેની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળશે. આ સુવિધા 15 મે, 2021થી તબક્કાવાર કાર્યરત કરવામાં આવશે.
  • સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ હાલમાં કાર્યરત લગભગ 550 બેડના વોર્ડનું સંપૂર્ણ કામકાજ 1 મેથી પોતાના હસ્તક લઈ લેશે.
  • સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ કોવિડના દરદીઓ માટે કુલ લગભગ 650 બેડને લગતું સંપૂર્ણ કામકાજ સંભાળી લેશે.
  • દરદીઓની સર્વાંગી સારવાર માટે ડૉક્ટરો, નર્સ તથા બિન-તબીબી પ્રોફેશનલ્સ મળીને 500 કરતાં વધુ સભ્યોની ટુકડી ચોવીસે કલાક સેવારત રાખવામાં આવશે.
  • આઇસીયુ બેડ અને તેની સાથેનાં મોનિટર, વેન્ટિલેટર તથા તબીબી ઊપકરણો સહિતનો આ પ્રૉજેક્ટનો સંપૂર્ણ ખર્ચ તથા 650 બેડનો ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉપાડી લેશે.
  • એનએસસીઆઇ તથા સેવન હિલ્સ હૉસ્પિટલમાં કોવિડના તમામ દરદીઓની સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવશે.

  1. ગયા વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશન અને બૃહન્મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં સેવન હિલ્સ હૉસ્પિટલ ખાતે કોવિડના દરદીઓ માટે ખાસ 225 બેડની વ્યવસ્થા કરી હતી. એ 225 બેડમાંથી 20 આઇસીયુ બેડ સહિત 100 બેડનું સંચાલન સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલે કર્યું હતું.

સેવન હિલ્સ હૉસ્પિટલમાં હવે 25 આઇસીયુ બેડ ઉમેરવામાં આવ્યાં છે. આ વિસ્તરણને પગલે કુલ 125 બેડનું સંચાલન રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ કરશે, જેમાં 45 આઇસીયુ બેડ હશે.

 નહીંવત્ લક્ષણો, ઓછાં લક્ષણો અને મધ્યમ સ્વરૂપનાં લક્ષણો ધરાવતા દરદીઓની સારવાર માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની માર્ગદર્શિકા અનુસાર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેની ટ્રાઇડન્ટ હોટેલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દ્વિતીય હરોળની આ સુવિધા ખાતે કાર્યરત લોકોની તથા બેડના સંચાલનની વ્યવસ્થા સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ કરશે.

એકંદરે, રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલ એનએસસીઆઇ, સેવન હિલ્સ હૉસ્પિટલ અને બીકેસીમાં ટ્રાઇડન્ટ ખાતે 145 આઇસીયુ બેડ સહિત લગભગ 875 બેડની વ્યવસ્થા સંભાળશે.

 મુંબઈમાં કોવિડના દરદીઓની સારવાર માટે કોઈ સખાવતી સંસ્થાએ આપેલું આ સૌથી મોટું યોગદાન છે.

 કોવિડ માટે વધારી દેવાયેલી આ સુવિધાઓ વિશે રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચૅરપર્સન નીતા અંબાણીએ કહ્યું છે કે, રિલાયન્સ ફાઉન્ડેશન હંમેશાં રાષ્ટ્રની સેવા માટે અગ્રેસર રહ્યું છે. આ રોગચાળા સામેની ભારતની અવિરત લડાઈમાં સાથ-સહકાર આપવાની અમારી ફરજ છે. અમારા ડૉક્ટરો અને ફ્રન્ટલાઇન આરોગ્ય સેવાકર્મીઓએ અથાક પરિશ્રમ કર્યો છે અને જરૂરિયાતમંદોને ઉત્તમ તબીબી સારવાર પૂરી પાડીને લોકોના જીવ બચાવ્યા છે.

નીતા અંબાણીએ વધુમાં કહ્યું હતું, અમે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દમણ, દીવ તથા નગર હવેલીને સંપૂર્ણપણે વિનામૂલ્યે રોજ 700 મેટ્રિક ટન ઑક્સિજન પૂરો પાડી રહ્યા છીએ. આ પ્રમાણ હવે વધારવામાં આવી રહ્યું છે. ભારત અને મુંબઈ માટેના આ કસોટીભર્યા સમયમાં ભારતીય તરીકે અમે પોતાનું કર્તવ્ય નિભાવવા કટિબદ્ધ છીએ. દેશવાસીઓની સેવા કરવા માટે અમે પોતાનાથી થાય એ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. કોરોના હારેગા, ઇન્ડિયા જીતેગા!”,

 ગયા વર્ષે અમે  ‘અન્ન સેવા શરૂ કરી હતી, જે 5.5 કરોડ ટંકનું ભોજન વિતરીત કરવા માટેનું વિશ્વનું સૌથી મોટું અભિયાન હતું.

 રિલાયન્સ ફાઉન્ડેશને કોવિડ વિરુદ્ધની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે અહીં જણાવ્યા પ્રમાણેની બીજી પણ અનેક પહેલ કરી છેઃ

  • રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈમાં દેવનાર ખાતે સ્પંદન હોલ્સ્ટિક મધર ઍન્ડ ચાઇલ્ડ કૅર હૉસ્પિટલમાં કોવિડના દરદીઓની સારવાર માટે નવી સુવિધા સ્થાપવામાં સહયોગ આપ્યો હતો.
  • સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાના સહયોગથી મુંબઈમાં એચ. બી. ટી. ટ્રોમા હૉસ્પિટલ ખાતે ખાસ 10 બેડનું ડાયાલિસીસ સેન્ટર ઊભું કર્યું છે.

રિલાયન્સ ફાઉન્ડેશન વિશેઃ

રિલાયન્સ ફાઉન્ડેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સખાવતી કાર્ય કરનારી સંસ્થા છે. તેનો ઉદ્દેશ્ય સર્જનાત્મક અને સસ્ટેઇનેબલ ઉપાયો દ્વારા દેશના વિકાસની સામેના પડકારો ઝીલવામાં સહાયક ભૂમિકા ભજવવાનો છે. સ્થાપક અને ચૅરપર્સન શ્રીમતી નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન સૌ ભારતીયોની સુખાકારી તથા ઉંચા જીવનધોરણ માટેનાં પરિવર્તનો લાવનારાં કાર્યો અવિરતપણે કરી રહ્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં થઈ રહેલાં સૌથી મોટા કદનાં સામાજિક કાર્યોમાં સામેલ છે. તેણે ગ્રામીણ વિકાસ, આરોગ્ય, શિક્ષણ, વિકાસ માટે ખેલકૂદ, આપાતકાલીન કાર્ય, શહેરી પુનરુત્થાન, કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું જતન જેવાં ક્ષેત્રે દેશના વિકાસની સામેના પડકારોને પહોંચી વળવા પર લક્ષ કેન્દ્રીત કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતભરનાં 44,700થી વધુ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 4.5 કરોડ કરતાં વધુ નાગરિકોના જીવનને સ્પર્શી ચૂક્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Embed widget