Coronavirus Second Wave: કોરોનાની બીજી લહેરમાં 776 ડૉક્ટરોએ ગુમાવ્યા જીવ, સૌથી વધુ બિહારમાં થયા મોત, જાણો અન્ય રાજ્યોના હાલ......
દિલ્હીમાં 109 ડૉક્ટરોના મોત થયા, આ પછી ઉત્તરપ્રદેશમાં 79, પશ્ચિમ બંગાળમાં 62, તામિલનાડુમાં 50, આંધ્રપ્રદેશમાં 40, આસામમાં 10, ગુજરાતમાં 39 અને ઝારખંડમાં 39 ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા છે, આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 16, મહારાષ્ટ્રમાં 23, ઓડિશામાં 34, રાજસ્થાનમાં 44 અને તેલંગાણામાં 37 ડૉક્ટરોના મોત થયા.
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરે દેશમાં કેર વર્તાવ્યો છે, દેશમાં પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વધુ મોતો થયા છે, અને નવા સંક્રમણના કેસો સામે આવ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અનુસાર, કોરોનાની બીજી લહેર દરમિયાન 776 ડૉક્ટરોએ જીવ ગુમાવી દીધો છે. આમાં સૌથી વધુ 115 ડૉક્ટરોના મોત બીજી લહેર દરમિયાન બિહારમાં થયા છે. આ પછી બીજા નંબર પર રહી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી.
દિલ્હીમાં 109 ડૉક્ટરોના મોત થયા, આ પછી ઉત્તરપ્રદેશમાં 79, પશ્ચિમ બંગાળમાં 62, તામિલનાડુમાં 50, આંધ્રપ્રદેશમાં 40, આસામમાં 10, ગુજરાતમાં 39 અને ઝારખંડમાં 39 ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા છે, આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 16, મહારાષ્ટ્રમાં 23, ઓડિશામાં 34, રાજસ્થાનમાં 44 અને તેલંગાણામાં 37 ડૉક્ટરોના મોત થયા.
સતત ઘટી રહ્યાં છે કોરોનાના નવા કેસો-
દેશમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે 50 હજારથી વધુ કોરોનાના કેસો નોંધવામાં આવ્યા છે, સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 51,667 નવા કોરોના કેસો સામે આવ્યા અને 1329 સંક્રમિતોના મોત થયા છે. આ પહેલા બુધવારે 54069, મંગળવારે 50,848 નવા કેસો સામે આવ્યા હતા. વળી છેલ્લા 24 કલાકમાં 64,527 લોકો કોરોનાથી સાજા પણ થયા છે, એટલે કે કાલે 14,189 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા.
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.30 ટકા છે, જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધુ છે, એક્ટિવ કેસ લગભગ 2 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં પણ ભારત બીજા નંબર પર છે. જ્યારે દુનિયામાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધુ મોતો ભારતમાં થઇ છે.
સતત 43માં દિવસે કોરોના સંક્રમણના નવા કેસોમાં વધુ રિક્વરી થઇ છે. 24 જૂન સુધી દેશભરમાં 30 કરોડ 79 લાખ કોરોના વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. ગત દિવસમાં 60 લાખ 63 હજાર રસી આપવામાં આવી, વળી અત્યાર સુધી 40 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. ગત દિવસોમાં લગભગ 17 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામા આવ્યા, જેનો પૉઝિટીવિટી રેટ 3 ટકાથી વધુ છે.