Coronavirus Today: દેશમાં કોરોનાના નવા 36,571 કેસ નોંધાયા, 540 દર્દીના મોત
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર ભારતમાં કોરોના ટેસ્ટની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે.
Coronavirus Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેરનો ખતરો હજુ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 36 હજાર 571 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 540 લોકો મૃત્યુ પામ્યા હતા. હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 3 લાખ 63 હજાર 605 થઈ ગઈ છે, જે છેલ્લા 150 દિવસમાં સૌથી ઓછી છે.
રસીના 57.16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
દેશમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલી કોરોના રસી ડોઝની કુલ સંખ્યા 57.16 કરોડને વટાવી ગઈ છે, જેમાં ગુરુવારે આપવામાં આવેલા 48 લાખથી વધુ ડોઝનો સમાવેશ થાય છે. રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કાની શરૂઆત બાદ 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની વયજૂથના કુલ 21,13,11,218 વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને કુલ 1,79,43,325 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 57,16,71,264 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોના ટેસ્ટનો આંકડો 50 કરોડને પાર
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર ભારતમાં કોરોના ટેસ્ટની સંખ્યા 50 કરોડને પાર કરી ગઈ છે. ઓગસ્ટમાં દરરોજ સરેરાશ 17 લાખથી વધુ પરીક્ષણો સાથે ભારતે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 50 કરોડ સેમ્પલના ટેસ્ટ કર્યા છે. છેલ્લા 55 દિવસમાં 10 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 21 જુલાઈએ ભારતે 45 કરોડ કોવિડ સેમ્પલના ટેસ્ટ કર્યા હતા અને 18 ઓગસ્ટના રોજ 50 કરોડના આંકડાને સ્પર્શી ગયું હતું.
ગુજરાતમાં કોરોના કેસ
ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 19 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ગઈકાલે 3,77,538 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યારે સુધીમાં 4,19,93,402 લોકોનું રસીકરણ કરાયું છે. ગઈકાલે રાજ્યમાં 22 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,14,994 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 183 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. 177 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,994 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશન 2, સુરત 2, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર 1, કચ્છ 1, નવસારી 1, વડોદરા 1 કેસ સાથે કુલ 19 કેસ નોંધાયા છે.