Coronavirus Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 42 હજાર 618 નવા કેસ નોંધાયા, 330 લોકોના મોત
Coronavirus Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 618 નવા કેસ સામે આવ્યા છે. તો 330 લોકોના મોત થયા છે. જાણીએ દેશમાં આજે કોરોનાની શું છે સ્થિતિ
Coronavirus Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 618 નવા કેસ સામે આવ્યા છે. તો 330 લોકોના મોત થયા છે. જાણીએ દેશમાં આજે કોરોનાની શું છે સ્થિતિ
દેશમાં મોટી સંખ્યામાં જીવલેણ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 હજાર 618 નવા કેસ સામે આવ્યાં છે. તો 330 લોકોના મોત થાય છે. જાણીએ આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
36 હજાર 385 લોકો રિકવર થયા
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા અપડેટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 36 હજાર 382 લોકો સાજા થયા. જેના કારણે સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 21 લાખ થઇ ગઇ છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 4 લાખ 5 હજાર 681 થઇ ગઇ છે.
અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 225 લોકોના મોત
આંકડો મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 3 કરોડ 26 લાખ 45 હજાક 907 કેસ સામે આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 225 લોકોના મોત થઇ ગયા છે.
કેટલા લોકો થયા વેક્સિનેટ
દેશમાં કોરોના વેક્સિનના ગત દિવસોમાં 58 લાખ 85 હજાર 687 લોકોને ડોઝ આપવામાં આવ્યાં. જેથી રસીકરણનો કુલ આંકડો 67 કરોડ 72 લાખ 11 હજાર 205 પર પહોચી ગયો છે. ભારતીય ચિકિસ્તા અનુસંધાન પરિષદ (ICMR)એ જણાવ્યું કે, ભારતમાં કાલે કોરોના વાયરસ માટે 17 લાખ 4 હજાર 970 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં. જેમાંથી કાલ સુધીમાં કુલ 52 કરોડ, 82 લાખ 40 હજાર 38 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.
કેરળમાં 29 હજાર 322 નવા કેસ નોંધાયા
ઉલ્લેખનિય છે કે, બધા જ રાજ્યોની તુલનામાં દક્ષિણ રાજ્ય કેરળમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 29 હજાર 322 નવા કેસ સામે આવ્યાં છે. તો બીજી તરફ 22 હજાર 938 દર્દી કોરોનાથી રિકવર થયા અને 131 લોકોના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસની કુલ સંખ્યા 2 લાખ 46 હજાર 437 થઇ ગઇ છે.